લાંઘણજ પોલીસે ભાસરીયા ચોકડી પાસેથી બે બાઇક ચોર ઇસમોને ઝડપ્યાં
માણસાના રાજપુર અને સતલાસણામાંથી બે બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી
લાંઘણજ પોલીસે બે બાઇકનો કબજો લઇ બે શખ્સનો જેલના સળિયા પાછળ ધકેલ્યાં
ગરવી તાકાત, મહેસાણા તા. 20 – મહેસાણા લાંઘણજ પોલીસે ભાસરીયા ચોકડી પાસેથી ચોરીના બાઇક સાથે પસાર થતાં બે ઇસમોની અટકાયત કરી પુછપરછ કરતાં બંન્ને શખ્સો પાસે રહેલા બાઇક ચોરીના હોવાનું અને બે મોટર સાયકલ માણસાના રાજપુર અને સતલાસણાથી ચોરી કરી હોવાની બંન્ને શખ્સોએ કબુલાત કરતાં પોલીસે બંન્ને મોટર સાયકલનો કબજો લઇ બંન્ને ઇસમોને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતા. 
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના તથા પોલીસ તથા ના.પો.અનધ.શ્રી આર.આઇ.દેસાઇના માર્ગદર્શન મુજબ વાહનચોરી કરતાં શખ્સોને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ લાંઘણજ પીએસઆઇ આર.જી.ચૌધરીના નેતૃત્વમાં એ.એસ.આઇ કીરીટભાઇ તથા અ.હડે .કોન્સ.પરેશકુમાર, અ.પો.કો નરેન્દ્રસિંહ, રણજીતસીહ, સંતોકકુમાર, દશરથજી સહિતનો લાંઘણજ પોલીસ સ્ટાફ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાસરીયા ચોકડી પાસે આવતા સાથેના અ.પો.કો સંતોકતકુમાર તથા રણજીતવસિંહને ખાનગી બાતમી મળી હતી કે, ઠાકોર અરજણજી સોમાજી રહ-ેબાલસાસણ વાળો તેના મિત્ર સાથે ચોરીના બે મોટર સાઇક લઇ ખદલપરુ રોડ તરફથી ભાસરીયા ચોકડી થઇ મહેસાણા તરફ જવાનો છેજે હકીકત આધારે ભાસરીયા ચોકડી ખાતે વોચ ગોઠવી દીધી હતી.
આ દરમિયાન ઉપરોક્ત એક શખ્સ GJ-01-MP-6930 ડિસ્કવર મોટર સાયકલ તથા બીજા શખ્સ પાસે નંબર પ્લેટ વિનાનું મોટર સાયકલ લઇ આવતાં પોલીસે બંન્ને ઇસમોને કોર્ડન કરી અટકાવ્યાં હતા. જેમાં બંન્નેનું નામ ઠામ પુછતાં ઠાકોર અરજણજી ઉફગ સોમાજી મર્નજી રહ-ેબાલસાસણ ઇન્દીરાનર્ર સ્કુલ સામે તા.જોટાણાવાળો તથા બીજા ઇસમનુ નામ રાવળ આશીકભાઇ ચદાંભાઇ મફાભાઇ રહ-ેબાલસાસણ રાવળ વાસ તા-જોટાણાવાળો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે વધુ પુછપરછમાં ડીસ્કવર મો.સા તા-૧૦/૦૪/૨૦૨૩ ના રોજ સતલાસણા અંબાજી હાઇવે ઉપર આવેલ એક કોમ્પલેક્ષની પાછળ થી બન્ને ભેગા મળી ચોરી કરી હતી જ્યારે બજાજકંપનીના સી.ટી. ૧૦૦ મોટર સાયકલ બાબતે પુછતાં આજથી અઢી માસ અગાઉ માણસા પાસે આવેલ રાજપુર પાસેની ફેકટરીમાં બંને શખ્સોએ ભેગા મળી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. આમ લાંઘણજ પોલીસે ચોરીના બાઇક સાથે ફરતાં બંન્ને બાઇક ચોર ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બંન્ને બાઇકનો કબજો લઇ આરોપીઓ અન્ય બાઇક ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


