કડીમાં જુદી જુદી શાળામાં બોર્ડની પરીક્ષાર્થીઓ નું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : છેલ્લા 2 વર્ષથી ધોરણ 10 અને 12ની ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. જો કે આ વર્ષે શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ચાલ્યા બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની પરિક્ષા તા.28 માર્ચથી શરૂ થયું અને 12 એપ્રિલ સુધી યોજાશે
જેમાં સવારે ધોરણ 10 અને બપોર બાદ ધોરણ 12ની સાયન્સ કોમર્સ અને આર્ટસની પરીક્ષા યોજાશે મહેસાણા  જિલ્લામાં આ વર્ષે 54670  છાત્રો બોર્ડ ની પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોંચાડવા, તેમજ રિસીવ કરવા પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જરૂરી લોકલ સ્ક્વોડ, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી
કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખી પરીક્ષાની તૈયારીઓ કરી છે. ત્યારે બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે સવારથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ છે. જેને લઈ આજે પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્ર પર કુમકુમ તિલક અને મો મીઠું કરાવીને વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો. આજે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતનો સ્ટાફ હજાર રહ્યા હતા
પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી મારફતે વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી હતી. અને વિધાર્થીઓ માં પેપર દરમ્યાન ટેનશન માં પણ જોવા મળ્યા હતા તે વિદ્યાર્થીઓ ના મનમાં અનેક સવાલો પણ ઉદભવી રહ્યા હતા. અને વાલીઓ માં પણ એક ચિંતાનો વિષય બની ચૂક્યો હતો. અને શાળા ના શિક્ષકો પણ વિદ્યાર્થી ઓ ને સમજાવી રહ્યા હતા કે કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થી ઓ ના પેપર પૂર્ણ થવાની સાથે શાળા માંથી બહાર આવતાં અનેક વિધાર્થી માં ખુશી લાગણી તથા અનેક વિદ્યાર્થીઓ માં નિરાશ પણ જોવા મળ્યા હતા.એટલે પરીક્ષા દરમ્યાન પેપર પૂર્ણ થવાની સાથે અનેક વિધાર્થીઓ માં કભી ખુશી કભી ગમ નો માહોલ છવાયો હતો.

તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી  

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.