— કડીમાં ભગવાન શ્રી કૃષ્ણ ના મંદિરોમાં “દહીં હાંડી” ફોડી ઉજવણી કરવામાં આવી :
— નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી હાથી ઘોડા પાલખી” જેવા અનેક નાદ થી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરોના નાના મોટા મંદિરોમાં કૃષ્ણજન્મ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બે વર્ષ
બાદ ભગવાનનો જન્મ આટલી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે કડી કરણનગર રોડ ખાતે આવેલ ગાયત્રી મંદીર ખાતે ભવ્ય રાસ ગરબા ની રમઝટ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.
બાદ ભગવાનનો જન્મ આટલી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે કડી કરણનગર રોડ ખાતે આવેલ ગાયત્રી મંદીર ખાતે ભવ્ય રાસ ગરબા ની રમઝટ સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાનને મનમોહક શણગાર ધરાવવામાં આવ્યા હતા. ભગવાનનું આ સ્વરૂપ એવું મોહક હતું કે ભક્તો તેમના સ્વરૂપ ઉપરથી નજર હટાવી શકતા નહોતા રાત્રે બાર વાગતા જ ભક્તોની દિવસનભરની આતુરતાનો અંત આવ્યો હતો અને ક્રિષ્ના કનૈયાલાલ કી જયના નાદ સાથે ભાવિકોએ કૃષ્ણજન્મને વધાવી લીધો હતો.કૃષ્ણ જન્મોત્સવ થતા જ ભક્તો ઘેલા બન્યા હતા અને બાળ ગોપાલને પારણે ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો.
ઢોલ નગારાના નાદ સાથે લોકોએ
ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર આતશબાજી જોવા મળી હતી અને લોકોએ ઘરમાં તથા મંદિરોમાં બાળ ગોપાલને પારણિયે ઝૂલાવ્યા હતા. બારલ ગોપાલને જન્મ બાદ માખણ, મિસરી અને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર આતશબાજી જોવા મળી હતી અને લોકોએ ઘરમાં તથા મંદિરોમાં બાળ ગોપાલને પારણિયે ઝૂલાવ્યા હતા. બારલ ગોપાલને જન્મ બાદ માખણ, મિસરી અને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરોમાં આરતી, પૂજા પાઠ સહિતના ધાર્મિક વિધિ સાથે કાન્હાના જન્મના હર્ષભેર વધામણાં મધ્ય રાત્રીના કરવામાં આવ્યા હતા. ભાવિ ભક્તો દ્વારા પૂજા અર્ચના અને આરતી સાથે ઢોલ નગારા વગાડવાની સાથે ફટાકડા પણ ફોડીને કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરી હતી.
કડી ખાતે આવેલ ગાયત્રી મંદીર ખાતે 12 વાગ્યે ભગવાન ની આરતી કરી તેમજ દહીં હાંડી જય અંબે ગ્રુપ દ્વારા પિરામિડ બનાવી ને ફોડવાના આવી હતી. ગાયત્રી મંદીર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ ની હિંડોળે ઝુલાવીને આરતી કરવામાં આવી હતી. અને લોકો મનમૂકીને ને ગરબે ઘૂમ્યા હતા.અને મોટી સંખ્યામાં લોકો એ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન અર્થે ઉમટી પડયાં હતા તેમજ કડી માં ઠેર ઠેર ધામ ધૂમથી ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


