કડી કેનાલ પાસે યુવકને બંદૂકની ગોળીએ ભડાકે દેનાર હત્યારાનેે ગણતરીના કલાકોમાં દબોચી લીધો  

June 16, 2023

મહેસાણા એસ.પીના નેતૃત્વમાં મહેસાણા એલસીબીની ટીમ અને બાવલું પોલીસની સફળ અને સખ્ત કામગીરી  

એલસીબીએ તથા બાવલું પોલીસે હત્યાના સ્થળ પરના તમામ સીસીટીવી કુટેજ તપાસી હત્યારાનું પગેરું મેળવ્યું 

સીસીટીવી કુટેજમાં એક શંકાસ્પદ અજાણ્યો બાઇક ચાલક ઇસમ જોવા મળ્યોં હતો

હત્યારા ઇકબાલને હથિયાર આપનાર શખ્સ પણ મહેસાણા પોલીસતંત્રના સકંજામા કસાયો 

Sohan Thakor -મહેસાણા તા. 16- મહેસાણા એસ.પી. અચલ ત્યાગીના નેતૃત્વમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા બાવલું પોલીસની ટીમે ગત તા. 14-6-2023ના રોજ કડી કેનાલ પાસે સાણંદ તાલુકાના અણદેજના યુવકના કપાળમાં ગોળીઓ ધરબી હત્યા કરી દેનાર હત્યારા આરોપીને મહેસાણા પોલીસતંત્રએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

સાણંદ તાલુકાના અણદેજ ગામના યુનુ કુરેશી જે જમીન દલાલીનો ધંધા સાથે સંકળાયેલો હતો. જે તા. 14-6-2023ના રોજ અમદાવાદ ખાતે કામ અર્થે ગયો હતો અને સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે પોતાની કાર લઇ કડી તાલુકાના ગોવિંદપુરા સીમ પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પાછળથી બાઇક ઉપર આવી રહેલા એક અજાણ્યા ઇસમે યુનુશ કુરેશી કાર રોકાવી યુનુસ કુરેશીના લમણે ગોળી મારી હત્યાં કરી ફરાર થઇ ગયો હતો. જે બાબતની જાણ પોલીસને થતાં મહેસાણા એસ.પી. અચલ ત્યાગી, ના. પોલીસ અધિક્ષક દેસાઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યાનો તાગ મેળવવાની કોશિશ કરી હતી અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાનું પગેરું મેળવવાની શરુઆત કરી હતી.

આ હત્યાનો ભેદ ઉકેલવા માટે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ એસઓજી, એલસીબી, પેરોલ સ્કવોડ તેમજ બાવલું પોલીસની ટીમને સૂચના આપી હતી જેને પગલે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવે આરોપીઓને પકડવા સારુ પીએસઆઇ એચ.એલ.જોષી તથા પીએસઆઇ એમ.ડી.ડાભી તથા બાવલું પીએસઆઇ એન.આઇ.ચાવડા એલસીબીના એએસઆઇ ડાહ્યાભાઇ, દિનેશભાઇ, કેસરસિંહ, કાનજીભાઇ, રાજેન્દ્રસિંહ, હે.કો દિલિપસિંહ, નિલેષકુમાર, શૈલેષકુમાર, સાબીરખાન, કિરીટસિંહ, વિજયસિંહ, કિરણજી, લાલાજી તથા પીસી જયસિંહ, હિંમતભાઇ, હરેશસિંહ, કલ્પેશભાઇ, રાકેશસિંહ, રાજેન્દ્રસિંહ, તેમજ બાવલું પોલીસ સ્ટેશનના હેકો મનોજભાઇ, પીસી વૈભવકુમાર, ધવલસિંહ, તરુણસિંહ, ભાવેશકુમાર સહિતની અલગ અલગ ટીમો બનાવી હત્યારાને શોધવા માટે ઓપરેશન શરુ કરી દીધું હતું. જેમાં

જેમાં ટેકનીકલ સર્વેલન્સ સોર્સની મદદથી આ ગુન્હાના આરોપીને પકડવા બનાવવાની આજુબાજુના એરીયાના વીસેક સીસીટીવી કુટેઝની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન સીસીટીવી કુટેઝમાં એક આજાણ્યો શખ્સ બાઇક સાથે જણાઇ આવ્યોં હતો જેની સઘન તપાસ દરમિયાન તે બાઇકમાં જણાઇ આવેલો શખ્સ ઇકબાલ મયુદ્દીન ખોખર રહે. અમદાવાદ દાણીલીમડા વાળો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે એલસીબી તથા બાવલું પોલીસની ટીમને સાથે રાખી આરોપીના ઘરે જતાં ઇકબાલ મયુદ્દીન ખોખર રહે. એ-27 ગુલાબનગર, ઢોર બજાર ચોકડી પાસે, બહેરામપુરા, અમદાવાદ દાણીલીમડા મુળ રહે. અગોલ તા. કડી તા.જી.મહેસાણાવાળો ઘરે હાજર હોવાથી તેને હથિયાર સાથે ઝડપી લીધો હતો અને ત્યારબાદ આ બંદૂક ક્યાંથી અને કોને આપી તે બાબતની પુછપરછ કરતાં પોલીસને જણાવ્યું હતું કે, આ હથિયાર શાહબાદ ગનીભાઇ શેખ રહે. ચીસ્તીયા ડુપ્લેક્સ ફતેહવાડી કેનાલ અમદાવાદવાળા પાસે લીધું હોવાનું જણાવતાં શાહબાદ ગનીભાઇ શેખને પણ તેના ઘરેથી પકડી લીધો હતો. આમ મહેસાણા જિલ્લા પોલીસવડાના નેતૃત્વમાં એલસીબી અને બાવલું પોલીસની ટીમે આખરે હત્યા કરનાર હત્યારાનું પગેરું ગણતરીના કલાકોમાં મેળવી હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0