કિડ્સ કિંગડમ શાળા રહેણા વિસ્તારમાં કોઈપણ પ્રકારની પરમિશન વિના ચાલી રહેલ છે,આસપાસના રહેણાક વિસ્તારના રહીશો ને હાલાકી ભોગવી પડે છે

February 20, 2025

મહેસાણા મહાનગરપાલિકા…

રાધનપુર રોડ વિસ્તારમાં મહેસાણા નગર સોસાયટીમાં 9 નંબર ના માત્ર એક મકાનમાં 100 થી વધુ બાળકોની કિડ્સ કિંગડમ શાળા રહેણા વિસ્તારમાં કોઈપણ પ્રકારની પરમિશન વિના ચાલી રહેલ છે જેથી આસપાસના રહેણાક વિસ્તારના રહીશો ને હાલાકી ભોગવી પડે છે જેથી તેઓએ કલેકટરશ્રીને અને મહાનગરપાલિકા કમિશનર સાહેબને રજૂઆત કરી…

કિડ્સ કિંગડમ શાળાથી રહીશો હેરાન, રહેણાક વિસ્તારમાં 100 થી વધારે બાળકો ધરાવતી આ સ્કૂલથી રહીશો એ ટ્રાફિક, ગંદકી, અને ઘોંઘાટનો સામનો કરવો પડી રહેલ છે, શાળાથી ખૂબ જ ગંદકી ફેલાવા માં આવે છે અને ખૂબ જ ઊંચા અવાજથી એક્ટિવિટી કરતા હોવાથી ખૂબ જ ઘોંઘાટ થાય છે, જેથી રહીશોએ ખૂબ જ તકલીફ પડી રહેલ છે.
કિડ્સ કિંગડમ શાળા નું આ મકાન જૂનું અને જર્જરી હાલતમાં પણ છે તે સાથે તેમાં કોઈ પાર્કિંગ ની વ્યવસ્થા નથી કે માર્જિન જગ્યા પણ છોડેલ નથી. તેમાં ફાયર સેફટી કે ઇમર્જન્સી એક્ઝિટ નથી જેવી સુવિધા પણ નથી જેથી બાળકો માટે પણ જોખમી છે. બિલ્ડીંગની સ્ટ્રેન્થ નું પણ કોઈ સર્ટીફીકેટ નથી. જોવાની વાત છે કે આ રીતે રહેણાંક વિસ્તારમાં આ ગેરકાયદેસર રીતે આ શાળા કોની દયા દ્રષ્ટિથી ચાલી રહી છે?

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0