ખોડલધામ મહિલા સમિતિની બહેનો તેમજ બજરંગ સેનાના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ કૈલાશબેન સંમેલનમાં હાજર રહ્યાં હતા
આ મહિલા સંમેલનમાં મહિલાઓની હિતની તથા મહિલા સશકિતકરણ પર ભાર મુકાયો હતો
ગરવી તાકાત, અમદાવાદ તા. 10 – અમદાવાદ નિકોલ ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા અમદાવાદમાં આયોજિત મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ મહિલા સંમેલનમા મહિલાના વિકાસની વાત પર ભાર મુકવામાં આવ્યોં હતો.

તેમજ મહિલા સશ્કિતરણ બાબતે ઉપસ્થિતિ ખોડલધામ મહિલા સમિતિની બહેનો તેમજ બજરંગ સેનાના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ કૈલાશબેન સહિતના મહિલા આગેવાનોએ મહિલાઓના હિતની વાત કરી સમાજમાં મહિલાઓને થતાં અન્યાય સામે એક જૂથ થઇ ન્યાય અપાવવામાં હરહંમેશ સંગઠિત રહેવાની વાત કરવાં આવી હતી.

આ સંમેલનમાં ઉપસ્થિત મહેમાનોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી અનારબેન પટેલ જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન ની દીકરી છે અને શ્રી ખોડલધામ કાગવડના મહિલા આગેવાન બહેનશ્રી જેનીબેન ઠુંમર અને નિકોલના કોર્પોરેટર શ્રી વિલાસબેન દેસાઈ વિરાટનગરના કોર્પોરેટર શ્રીમતી સંગીતાબેન કોરાટ અને બજરંગ સેનાના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ કૈલાશબેન પટેલ સાથે શ્રી ખોડલધામના મહિલા સમિતિના દરેક મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યોં હતો.


