ગરવી તાકાત પાટણ : સુરત કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને સિદ્ધપુર તાલુકાની કાકોશી પોલીસે ઝડપી પાડ્યો છે. તાજેતરમાં હાથ ધરાયેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન પોલીસે આ કાર્યવાહી કરી હતી. કાકોશી પોલીસ સ્ટેશનના PSI પી.વી. ચૌધરી, ASI અશોકભાઈ ઈશ્વરભાઈ, AHC નરેંદ્રસિંહ મોબુસિંહ.

અને ભરતકુમાર વાલજીભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ મુસ્તુફાખાન રસુલખાન ઈમામખાન નાગોરીને વાધણા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે.

આરોપી સિદ્ધપુર તાલુકાના વાધણા નાગોરીવાસનો રહેવાસી છે. આરોપી સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ, ગુજરાત રાજ્ય પશુ હેરાફેરી અને ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


