કડી ની ભાગ્યોદય હોસ્પીટલ ખાતે ચક્ષુ દાન કરવામાં આવ્યું

June 24, 2022

— લાયન્સ ક્લબ ઓફ કડી અને આલ્ફા ફાઉન્ડેશન દ્વારા ચક્ષુ કલેક્શન કર્યું :

ગરવી તાકાત મહેસાણા :  કડી શહેર એ સેવાકીય પ્રવૃતિઓ ને લઇને ખૂબજ પ્રમાણ આગળ આવી રહ્યું છે ત્યારે કોઈ પણ વ્યકિત ને કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરિયાત હોય ત્યારે કડી શહેર માં ચાલી રહેલ સંસ્થાઓ એકબીજા મદદરૂપ કરવા હંમેશા કટિબદ્ધ રહે છે ત્યારે હાલ કડી શહેરનાં લોકો પણ જાગૃત થઈ ને અનેક સેવામાં સહભાગી બની ને મદદરૂપ થતા હોય છે.
કડી શિવનગર સોસાયટી ખાતે રહેતા પરીવાર માં રહેતાં 80 વર્ષ ધરાવતા સ્વ. ધૂળીબેન બચુભાઈ પટેલ જે કોઈ કારણોસર અવસાન થતાં તેમના સાથે રહેતા પરીવાર લોકોએ ચક્ષુદાન કરવાની ઈચ્છા જાહેર કરી હતી જેના કારણે કોઈ યોગ્ય વ્યકિત ને ચક્ષુ ની જરૂર પડે અને તે વ્યકિત ને નવું જીવન અર્પણ થાય અને તે વ્યકિત ને સહારો મળી રહે
અને મદદરૂપ થાય તે માટે પરીવાર લોકોએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લઇ ને કડી માં આવેલ ભાગ્યોદય હોસ્પીટલ ખાતે ડોકટર, નર્સ તેમજ સ્વર્ગસ્થના પરીવારની હાજરીમાં લાયન્સ કલબ ઓફ કડી અને આલ્ફા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા ચક્ષુદાન લેવાયું અને આ ચક્ષુ ને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા શાખા અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું જેથી કરી ને જે પરીવાર ને ચક્ષુ ની જરૂર હોય તેને મદદરૂપ થઈ શકે.
સ્વ. ધૂળીબેન બચુભાઈ પટેલ ના પરિવારે આ સમાજમાં બે વ્યક્તિઓ ને દ્રષ્ટિ આપવામાં જે સહકાર આપ્યો છે તેના માટે લાયન્સ ક્લબ ઓફ કડી અને આલ્ફા ફાઉન્ડેશન, ભાગ્યોદય હોસ્પીટલ ની તમામ ટીમ કાયમી આ પરીવાર ને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિ ને લઇને બીજા પરિવાર ના લોકો માં પણ જાગૃતિ અભિયાન અંતર્ગત એકબીજા ને મદદરૂપ બની શકે છે.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0