ગુજરાત પોલીસના તમામ પોલીસ કર્મચારીઓને મળતા હાલના વર્ષો જુના ભથ્થામા તાત્કાલીક વધારો કરવામા આવે , ભારત દેશના અન્ય રાજ્યોની સરખામણીમા ગુજરાત પોલીસનો ગ્રેડ – પેપગાર બહુ જ નીચો છે તેમા ઘટતુ કરી યોગ્ય ન્યાય આપવામા આવે હાલ પોલીસ કોન્સ્ટેબલને ૧૮૦૦ ગ્રેડ -પે આપવામા આવે છે જે ૨૮૦૦ ગ્રેડ – પે કરવામા આવે તેમજ હેડ કોન્સ્ટેબલને હાલમા ૨૦૦૦ ગ્રેડ -પે આપવામા આવે છે જે ૩૬૦૦ ગ્રેડ – પે કરવામા આવે તેમજ એ.એસ.આઇ.ને હાલમા ૨૪૦૦ ગ્રેડ -પે આપવામા આવે છે જે ૪૨૦૦ ગ્રેડ – પે કરવામા આવે,ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓનો ફરજનો સમય નક્કી કરવામા આવે અને ૮ કલાકથી વધુ સમયની નોકરીમા માનવ અધિકાર મુજબ વધારાના કામના કલાકોનો યોગ્ય પગાર વધારો કરવામા આવે તથા અન્ય વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવામા આવે ( , હાલ ગુજરાતના તમામ વિભાગોમા શોષણ સામે લડવા માટે વિવિધ યુનીયન બનાવવામા આવે છે જેમા પોલીસને પણ યુનીયન બનાવવાનો મુળભુત અધિકાર આપવામાં આવે, બીન જરુરી ટાર્ગેટ આપવાથી પોલીસ ઉપર માનશીક તણાવ ઉત્પન થાય છે માસ્ક તેમજ ટ્રાફીક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા તાત્કાલીક બંધ કરવી જેથી પોલીસ અને નાગરીકો વચ્ચે ઘર્ષણ ઉત્પન ન થાય ,તમામ પોલીસ કર્મચારીઓને સાપ્તાહીક રજા આપવામા આવે ,પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી એ.એસ.આઇ.સુધીના કર્મચારીઓ રજાના દીવસે ફરજ બજાવે તો રજાના દીવસોનો પગાર ચુકવામા આવે છે જ્યારે પી.એસ.આઇ. તથા તેના ઉપરી અધિકારીઓ પણ રજાના દીવસે ફરજ બજાવે છે પરંતુ રજાના દીવસોનો પગાર ચુકવામા આવતો નથી જેનુ ચુકવણુ કરવામા આવે ,ગુજરાત રાજ્યના દરેક જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમા મહીલાઓ માટેની પાયાની સુવીધા ઉભી કરવામાં આવે અને મહીલા રેસ્ટ રૂમ તથા ચાઇલ્ડ રૂમ ની વ્યવસ્થા આપવામા આવે રાત દિવસ ગુજરાત રાજ્યની સેવા કરતા પોલીસ જવાનોના હીતમા યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી હતી.