પાલનપુરમાં ગ્રેડ પે સહિતની માંગ સાથે આજે પોલીસ પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને થાળી ચમચી સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ હેડક્વાર્ટરથી એસ.પી ઓફિસ ખાતે આવી તેમની માંગો રજૂ કરી હતી.
થાળી ચમચી સાથે આવેલ પોલીસ પરીવારની મહિલાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો
સમગ્ર રાજ્યમાં હાલમાં પોલીસ કર્મચારીઓની ગ્રેડ પે સહિતની વિવિધ માંગણીઓને સરકાર ત્વરિત ધ્યાનમાં લે અને તેમની વિવિધ માંગણીઓ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે સોશીયલ મીડિયામાં એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે. આજે પાલનપુરમાં ગ્રેડ પે સહિતની માંગણીઓના મામલે પોલીસ પરિવારો રસ્તા પર ઉતર્યા હતા અને થાળી ચમચી સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પોલીસ હેડક્વાટર થી નીકળેલ મહિલાઓનું ટોળું જાહેર માર્ગો પર થઈને વિરોધ પ્રદર્શિત કરતા કરતા એસ.પી ઓફિસ ખાતે પહોંચ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ એસ.પી ઓફિસે આવી તેમની રજુઆત કરી હતી.