બાદરપુરા બનાસ ઓઈલ યુનિટ પ્લાન્ટ ખાતેથી બનાસકાંઠા પોલીસની સંયુક્ત ટીમોએ આતંકવાદી ઝડપી પાડ્યા : મોકડ્રીલ

શેર કરવા અહીં ક્લિક કરો.

એસઓજી, એલસીબી, ફાયર ફાઇટર ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમોનું સફળ ઓપરેશન : મોકડ્રીલ..

 
પાલનપુરના બાદરપુરા ખાતે આવેલ બનાસ ઓઈલ યુનિટ પ્લાન્ટ ખાતેથી આતંકવાદીઓને  સંયુક્ત ટીમવર્કથી પાલનપુર એસઓજીની ટીમે ઝડપી પાડયા હતા. આ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  
 
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણકુમાર દુગ્ગલની દેખરેખ હેઠળ એસોજી પી.આઇ ડી.આર.ગઢવી તથા પીએસઆઈ એમ.કે.ઝાલા અને એસ.ઓ.જી. ની ટીમ તેમજ એલસીબી તથા ડોગ સ્કવોડ, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા સફળતાપૂર્વક ‘ઓપરેશન બનાસ’ પાર પાડી એક આતંકવાદીને ઠાર મારી તથા એક આતંકવાદીને જીવતો પકડી લઈ તેની પાસેથી આધુનિક હથિયાર અને  તથા સ્ફોટક પદાર્થ કબ્જે કરવામાં આવ્યો હોવાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
 

આ પણ વાંચો – છાપી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઉપર ધોકાથી હુમલાનો પ્રયાસ – ભ્રષ્ટાચારની ફરિયાદ કરાતા થયો હુમલો !

જેમાં ગઢ પોલીસને માહીતી મળેલ કે બનાસ ઓઈલ યુનિટ પ્લાન્ટ બાદરપુરા ખાતે ટી.એચ.આર પ્લાન્ટમાં બે આતંકવાદીઓ હથિયાર અને આરડીએક્સ સાથે છુપાયા છે.  જે બાતમી આધારે તેઓએ આ બાબતે પોલીસ વિભાગની અન્ય શાખાઓની ટીમોને જાણ કરતા ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આતંકવાદીઓ કોઈ જાનહાનિ કે બ્લાસ્ટ કરે તે પહેલાં જ એકને ઠાર મારી તથા અન્ય એક આતંકવાદીને જીવતો પકડી લઈ ભારત સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે આતંકવાદી સંગઠનોના મલીન ઈરાદો પૂરો ન પડે તે માટે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી અને મોકડ્રીલમાં કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો ન હતો તેમ જણાવવામાં આવ્યું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.