— ઈન્દિરાપરામાં આવેલ મંદિર ઉપર વીજળી પડી :
— સદનસીબે કોઇ જાનહાની નહીં :
ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં છેલ્લા ચાર દિવસથી બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવીને ગાજવીજ તેમજ પવન સાથે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે ત્યારે બુધવારે કડી તાલુકાના સાદરા ગામે વીજળી પડવાથી જોગણી માતાજીના મંદિરને ભારે નુકસાન થયું હતું
— ઈન્દિરાપરામા વીજળી પડવાથી સ્ટ્રીટલાઈટો બંધ :
કડી તાલુકા તેમજ શહેરની અંદર બપોર બાદ વીજળીના કડાકા પવન સાથે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને કડી તાલુકાના સાદરા ગામે આવેલ ઇન્દિરા પરામાં રહેતા કાનજીભાઈ રાવળ ના ઘરની બાજુમાં બુધવારે સાંજના સમયે કડાકા ભડાકા સાથે જોગણી માતાજીના મંદિર ઉપર વીજળી પડતા અફડાતફડી મચી જવા પામી હતી
અને જોગણી માતાજીના મંદિર ઉપરનું ઘુમટ તૂટીને નીચે પડયો હતો તેમજ મંદિરને ભારે નુકસાન થયું હતું તેમજ ઈન્દિરા પરાંમાં આવેલ 15 થી વધારે સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા અંધારપટ છવાયો હતો અને ગામના તલાટી મીનાક્ષીબેન અને સરપંચ જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બુધવારે ગામના ઈન્દિરા વીજળી પડવાથી મંદિરને નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ નથી તેવું જણાવ્યું હતું
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી