ઝારખંડનો શખ્સ 2.79 લાખની 200, 500ની નકલી નોટો છાપી વટાવવા જતાં પોલીસના હાથે ઝડપાયો  

November 2, 2023

દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર ઝડપાયું, જાણો કેવી રીતે તૈયાર કરાતી હતી ડુપ્લીકેટ નોટ?

ચલણી નોટ તે પોતાના ઘરે જ પ્રિન્ટિંગ મશીનની મદદથી તૈયાર કરતો હતો અને બાદમાં માર્કેટમાં જઈ પોતાની ડુબલીકેટ નોટ વટાવતો હોવાનું બહાર આવ્યું

ગરવી તાકાત, સુરત તા. 02 – દેશના અર્થતંત્રને ખોખલું કરવાના ઇરાદે ડુબલીકેટ નોટ ઘુસાડવાનું એક મસ્ત મોટું રેકેટને સારોલી પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે ઝારખંડના શખ્સ પાસેથી રૂપિયા 2.79 લાખની ડુબલીકેટ ચલણી નોટ કબજે કરી છે આ ચલણી નોટ તે પોતાના ઘરે જ પ્રિન્ટિંગ મશીનની મદદથી તૈયાર કરતો હતો અને બાદમાં માર્કેટમાં જઈ પોતાની ડુબલીકેટ નોટ વટાવતો હોવાનું બહાર આવ્યું હતું.

સુરત સારોલી પોલીસ વહેલી સવારે પેટ્રોલીગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સારોલી ચેક પોસ્ટ પાસે એક શખ્સ કાળી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં પગપાળા જઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી અને ત્યારબાદ આ બેગની ચકાસણી હાથ ધરતા તેમાં ડુબલીકેટ નોટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ શખ્સ પાસેથી રૂપિયા 200 અને 500 ની ડુબ્લીકેટ નોટો મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા તેને ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે તેની પાસેથી રૂપિયા 2.79 લાખની ડુબલીકેટ નોટ કબજે કરી હતી પોલીસ પૂછપરછમાં તેને પોતાનું નામ રામલુસ જોસેફ જણાવ્યું હતું. પોતે મૂળ ઝારખંડ નો રહેવાસી છે.

No description available.

કોરોના પહેલા તે પોતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે ત્યારબાદ તેને નોકરી મળી નહોતી અને બેકારીનું જીવન ગુજારતો હતો. આ વચ્ચે તેને પોતાના જ ઘરે પ્રિન્ટિંગ મશીનની મદદથી ડુબલીકેટ ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના સમયે ઘર નજીક 100ની નોટ વટાવવાનો શરૂ કર્યું હતું. જેમાં તેને સફળતા મળી હતી ત્યારબાદ તેને એક સાથે રૂપિયા 200 અને 500 ની નોટો છાપી હતી અને બાદમાં સુરત કપડા માર્કેટ ખાતે આ નોટો વટાવવા માટે તે આવી રહ્યો હતો. જોકે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો. હાલ તો સમગ્ર મામલે સારોલી પોલીસે રામલુસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0