સિદ્ધપુર તાલુકા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એસોસિએશનના વર્ષ 2022-23 ના પ્રમુખપદે જગદીશભાઈ પરમાર(દેથળીવાળા) સર્વાનુમતે વરણી કરવામાં આવી

August 1, 2022

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર તાલુકામાં ‘સિદ્ધપુર તાલુકા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એસોસિએશન કાર્યરત છે. જેમાં પ્રતિવર્ષ લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવે છે. એ પ્રમાણે વર્ષ 2022-23 માટે મીટીંગમાં ચાલુ વર્ષના પ્રમુખ તરીકે દેથળીના જગદીશભાઈ એન.પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જેમાં સલાહકાર મંડળ પ્રમુખ તરીકે પ્રકાશકુમાર મનુપ્રસાદ, ભીખાભાઈ ઈશ્વરભાઈ,કિરણસિંહ સોમાજી અને કારોબારી સભ્યોમાં રાજનીકાન્તભાઈ,કાંતિલાલ,દિનેશભાઈ, ચંદનજી, હમીદાબાનું, પ્રતાપજી,જે.બી.ખોખર,પુનમભાઈ,મહેશભાઈ,વિજયસિંહ,જીજ્ઞેશભાઈની વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સદર સિદ્ધપુર તાલુકા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર એસોસિએશન દ્વારા જનહિત માટેના કાર્ય પણ કરવામાં આવે છે.

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0