ડીસામાં બટાકાનો ભાવ ગગડતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો – રીટેઈલમાં ભાવ આસમાને !

December 21, 2020
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર બટાકાના ભાવ ગગડતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે બટાકાના ભાવ ગગડયા હોવા છતાં પણ રિટેલ માર્કેટમાં તો બટાકા નો ભાવ હજુ પણ આસમાને જ છે.

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?

ડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. ડીસાનું બટાટુ બનાસકાંઠા જિલ્લા સહિત બહારના રાજ્યોમાં સારી માંગ રહેતી હોય છે. જેના કારણે ડીસાના ખેડૂતો મોટી સંખ્યામાં બટાટાનું વાવેતર કરે છે. પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી સતત મંદીના કારણે ખેડૂતોને બટાકાના પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે બટાકાની માંગ હતી. જેના કારણે બટાકાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. જેના કારણે ખેડૂતોએ આ વર્ષે ફરી એક વાર બટાકાના ભાવ સારા મળવાની આશાએ મોટી સંખ્યામાં વાવેતર કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં જે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તેમાંથી બહાર આવવાની એક આશા બંધાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે બટાકામા ઐતિહાસિક ભાવ વધારો થયો હતો. જેમાં કોરોના મહામારીના સમયમાં માસાહારની જગ્યાએ શાકાહાર તરફ લોકો વધતાં અને અન્ય રાજ્યમાં બટાકાનો પાક નિષ્ફળ જતા અહીં બટાકાની માંગ વધી જતા ભાવ આસમાને પહોંચ્યો હતો. જે બટાકા સરેરાશ 12 થી 15 રૂપિયે કિલો હોલસેલમાં વેચાતા હતા. એ જ બટાકાનો ભાવ લોકડાઉન ના સમયમાં 40 રૂપિયા પર પહોંચ્યો હતો. જેના કારણે બટાકાના ખેડૂતો અને વેપારીઓને છેલ્લા ચાર-પાંચ વર્ષથી થતા જે નુકસાન થતું હતું તેમા ખાસો એવો ફાયદો થયો હતો. જોકે હવે ફરી એકવાર બટાકાનો ભાવ ગગડી ગયો છે.  દર વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં નવા બટાકાની આવક શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે બટાકા 15 થી 20 દિવસ પહેલા જ માર્કેટમાં આવી જતા હવે બટાકાનો ભાવ ગગડી ગયો છે. જે બટાકા 35 થી 40 હોલસેલમાં વેચાતા તે જ બટાટા હવે એક મહીનાની અંદર 12 થી 15 રૂપિયે વેચાઇ રહ્યા છે. જેના કારણે ડીસા સહિત આજુબાજુ ના પંથકના જે ખેડૂતો અને વેપારીઓ પાસે બટાકા સ્ટોકમાં પડ્યા છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

35 થી 40 રૂપિયા ની જગ્યાએ 12 થી 15 રૂપિયામાં બટાટા વેચાય છે

ડીસામાં ગત વર્ષે બટાકાનો ભાવ આસમાને રહેતા ખેડૂતોએ પણ મોંઘાદાટ બિયારણો લાવી બટાકાનું વાવેતર થયું હતું. ખેડૂતોએ મોંઘુદાટ બિયારણ ખાતર અને મજૂરી કરી બટાટા નો પાક તૈયાર કર્યો છે. જેથી બટાટાની પડતર કિંમત વધુ છે અને ૨૦ રૂપિયે કિલો બટાટા વેચાય ત્યાં સુધીમાં તો ખેડૂત ને પડતર કિંમત જ મળે છે પરંતુ હવે નવો માલ માર્કેટ માં આવતા જ આ બટાકા હોલસેલ ભાવ 10 થી 15 રૂપિયા જેટલો છે જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  ત્યારે બીજી તરફ હોલસેલ માર્કેટમાં બાર થી પંદર રૂપિયા વેચાતા હોવા છતાં પણ રિટેલમાં માર્કેટ બટાકા 30 થી 40 રૂપિયા માંજ વિચારી રહ્યા છે, ત્યારે વચેટિયાઓ કમાઈ રહ્યા છે અને ખેડૂતો નુકશાની ભોગવી રહ્યા છે. અત્યારે સૌથી વધુ નુકસાન ગૃહિણીઓને થઈ રહ્યું છે કે જેઓ 40 થી 50 રૂપિયે બટાટા ખરીદે છે. જ્યારે રિટેલ માર્કેટમાં આટલા મોંઘા ભાવે બટાકા વેચાતા હોવા છતાં પણ ખેડૂતને જ માત્ર દસથી બાર જ રૂપિયા કિલો બટાટા વેચવા પડે છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0