ગરવી તાકાત,મહેસાણા
આજના ઝડપથી બદલાતા ઈમ્ફોરમેશન ટેકનોલોજીના સમયમાં અમુક યુવક – યુવતીઓ સોશીયલ મીડીયાના માધ્યમથી એક બીજાના પ્રેમમાં પડતા હોય છે. આ પ્રેમ અમુક અમુક વાર લગ્ન સુધી પણ પહોચી જતો હોય છે. આવી જ રીતે મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના એક યુવકે છત્તીસગઠની એક યુવતી સાથે ઓનલાઈન સાઈટ ઉપર ચેટીંગના માધ્યમથી પ્રેમ સંબધ બાધ્યો હતો ત્યાર બાદ બન્ને એ લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી
ત્યાર બાદ બન્નેએ પારીવારીક જીવન સરૂ કરતા યુવકના ઘરના લોકો એની પત્નીને સ્વીકારવા તૈયાર ન હોય એમ તેની ઉપર સતત ત્રાસ ગુજારી રહ્યા હતા. જેમા એેને અવાર – નવાર સાસુ,સસરા અને નણંદ દ્વારા માર મારવામાં આવતો હતો. જે મારપીટ કર્યા અંગેની ફરિયાદ યુવતીએ અગાઉ પણ 5 વાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, છતા પણ તેના સાસૂ,સસરા અને નણદ તેની ઉપર જુલમ ગુજારવાનુ બંદ નહોતુ કર્યુ. આજે એની ઉપર એટલી હદે મારપીટ કરવામાં આવી કે તેને મહેસાણા સીવીલમાં ભરતી કરવી પડી, જેમાં એને લોખંડની પાઈપથી મારતા માથાના અને બીજા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ છત્તીસગઢની યુવતી જે પોતે પ્રેમ વિવાહ કરી અહી આવેલ હોવાથી તેને પીયર તરફથી મદદ કરવા વાળુ કોઈ પણ નથી, જેથી એની ઉપર મનફાવે એમ અત્યાચાર એના સાસરી પક્ષ વાળા કરી રહ્યા છે. જેની ફરિયાદ મહેસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
સમાજમાં પ્રેમ લગ્નના વિરોધને સર્વસ્વીક્રૃત બાબત માનવામાં આવી છે અને મોટા ભાગે પ્રેમ લગ્ન કરેલ યુવક – યુવતીઓને સમાજનો અને પોતાના ઘરના સભ્યોનો તીરસ્કાર જ મળતો હોય છે. પોતાની દિકરી પ્રેમ વિવાહ કરી લે તો એની સાથેના બધા જ સંબધો તોડી નાખવામાં આવતા હોય છે. પરંતુ યુવકના પક્ષમાં આ તીરસ્કાર નહીવત પ્રમાણમાં જોવા મળે છે. જે સાબીત કરે છે સમાજ આજે પણ પીત્રૃસત્તાક ની બેડીઓથી બંધાયેલો છે.