બોટલ પર ડીલરનું નામ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, ઉપયોગની અંતિમ તારીખ સહિતની કેટલીક માહિતી લખવી ફરજિયાત છે આવા કોઈપણ નિયમનું પાલન નથી થતું
મિનરલ વોટરનું પાણી પીરસતાં પ્લાન્ટના માલિકો પાસે પાણીની ગુણવત્તા ચકાસવાના નથી BISના લાયન્સ કે નથી FSSAIના લાયન્સ
ગરવી તાકાત, મહેસાણા તા. 14- બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ મુજબ પેકેજ વોટર એટલે એવું પાણી જે કોઈપણ પ્રોસેસમાંથી પસાર થયેલું હોય. પેકેજ વોટરના ઉત્પાદકોએ BIS પાસેથી લાયસન્સ મેળવી ફરજિયાતપણે તેના નિયમોનું પાલન કરવાનું હોય છે. BISના લાયસન્સ બાદ ફૂડ વિભાગમાંથી FSSAI પાસેથી લાયસન્સ મેળવવાનું હોય છે. 
તમે જે મિનરલ પાણી પી રહ્યા છો તે ખરેખર શું મિનરલ જ છે? આ સવાલ એટલા માટે પૂછવો પડ્યો છે. કારણ કે ફક્ત 20-25 રૂપિયામાં 20 લીટર મિનરલ વોટરની જે બોટલ તમારા ઘર સુધી પહોંચે છે તે બોટલ મિનરલ વોટર માટેની જે ગુણવત્તા નક્કી કરાઈ છે તેના ધજાગરા ઉડાડી રહી છે. બોટલ પર ડીલરનું નામ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ, ઉપયોગની અંતિમ તારીખ સહિતની કેટલીક માહિતી લખવી ફરજિયાત છે. પરંતુ આવા કોઈપણ નિયમનું પાલન નથી થતું.
હવે એક નજર એના પર પણ કરી લઈએ કે, મિનરલ વોટરના ઉત્પાદક એકમો માટે કયા કયા નિયમો હોય છે. આવા એકમોએ તો IS1 0500 મુજબ ફરજિયાત લાયસન્સ લઈ તેના પાણીનું વેચાણ કરવાનું હોય છે. પરંતુ તે નિયમનું પાલન થતું નથી. અને એટલે જ આવું પાણી પીવાથી આંતરડાને નુકસાન પહોંચે છે. આ પાણી પીનારાઓને પથરીની પણ સમસ્યા થઈ શકે છે. 
ઉનાળાની સિઝનમાં મીનરલ વોટરનો ધંધો લાખો કરોડોને પાર થઇ જાય છે. શહેરીજનો ઉનાળા દરમિયાન મોટા પ્રમાણમાં મિનરલ પાણીનો ઉપયોગ કરતાં હોવાથી મિનરલ વોટરના માલિકોને બખ્ખા થઇ પડે છે ત્યારે મહત્વની બાબત એ છે કે, મહેસાણા જિલ્લામાં ચાલતાં મિનરલ વોટર પ્લાન્ટના માલિકો પાસે પાણીની સ્ટાન્ડર્ડતાને સાબિત કરતા લાયસન્સ મેળવ્યાં છે કે કેમ…. મહેસાણા જિલ્લામાં ચાલતાં મોટાભાગના તમામ મિનરલ વોટર પ્લાન્ટના માલિકો પાસે નથી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસનું (BIS)નું લાયસન્સ કે લાયસન્સ બાદ ફૂડ વિભાગમાંથી FSSAI પાસેથી લાયસન્સ મેળવવાનું હોય તે પણ નથી. આમ પાણીની સ્ટાન્ડર્ડતાની સાબિતિ વગર લાખો કરોડો રુપિયાનો વેપાર ધમધમી રહ્યો છે અને મિનરલ વોટર પાણીના નામે મહેસાણા જિલ્લાની પ્રજાના પૈસા લૂંટી રહ્યા છે. આવું પાણી પીવાથી આંતરડાને નુકસાન પહોંચે છે. આ પાણી પીનારાઓને પથરીની પણ સમસ્યા થઈ શકે છે. આમ મિનરલ વોટરના નામે જિલ્લાની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.


