નવ દિવસીય આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસને શુભ શરૂવાત આપવાના લક્ષ્ય સાથે યોજવામાં આવ્યો હતો
ગરવી તાકાત, વિસનગર તા. 17 – વિસનગરમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના MBA પ્રોગ્રામમા “પરિચય 2024″ ની થીમ પર માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે MBA પ્રોગ્રામ દ્વારા નવી બેચને MBAમાં આવકારવામાં આવે છે અને ‘મેનેજમેન્ટ શિક્ષણની’ પૂર્વ તૈયારીના ભાગરૂપે દર વર્ષે આ પ્રોગ્રામ યોજવામાં આવે છે. નવ દિવસીય આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસને શુભ શરૂવાત આપવાના લક્ષ્ય સાથે યોજવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ MBA ઓરિએન્ટેશન પ્રોગ્રામ વિદ્યાર્થીઓને બિઝનેસ જગતની વ્યાપક સમજ પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે માત્ર પરંપરાગત વ્યવસાય પ્રથાઓ પર જ નહીં પરંતુ સર્વગ્રાહી વિકાસના મહત્વ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ટરેક્ટિવ સત્રો,વર્કશોપ્સ અને પ્રાયોગિક શિક્ષણની તકોની શ્રેણી દ્વારા, વિદ્યાર્થીઓને ગતિશીલ અને સ્પર્ધાત્મક વ્યવસાય ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરવા માટે આ પ્રોગ્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નવ દિવસીય પ્રોગ્રામમાં કોર્પોરેટ અને શિક્ષણ જગતના ખ્યાતનામ નામ અને મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર્સે વિવિધ એકસપિરિયન્સલ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના શિક્ષણ વિશે ખ્યાલ આપ્યો હતો. કોર્પોરેટ જગતમાંથી શ્રી નીરવ શાહ, CEO અને રીયલ એસ્ટેટ ડેવેલોપર, શ્રી ગોવિંદ પટેલ, સમર્થ ડાયમંડ, ભાવેશ પટેલ, સ્ત્રેટેજિક કન્સલ્ટન્ટ, ડૉ ડેઇઝી કુરિયન, સર્ટિફાઇડ ટ્રેનર, ડૉ કૃતિ પટેલ, સોશીયલ એન્ટ્રપ્રેનીયર, પીન્કી ડે, સ્ટાર્ટ અપ કન્સલ્ટન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ અને જાનવી પટેલ, સાયકોલોજીસ્ટ વિગેરે હાજર રહીને MBA વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ પ્રોગ્રામમાં મહત્તમ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. કારકિર્દી માટે શ્રેષ્ઠ એવી આ ડિગ્રીમાં ફાઇનાન્સ, માર્કેટીંગ અને હ્યુમન રિસોર્સ જેવા સ્પેશ્યલાઇઝેશન આપવામાં આવે છે. આ સંસ્થામાં સ્નાતક બાદ MBA અને બારમાં ધોરણ બાદ I-MBA પ્રોગ્રામ ચલાવવામાં આવે છે છેલ્લા બે વર્ષથી આ પ્રોગ્રામ દ્વારા મહત્તમ પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણીએ વિદ્યાર્થીઓને આવકારીને ભવિષ્યમાં કારકિર્દી નિર્માણ માટે પ્રેરણા પુરી પાડી હતી. સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના પ્રિન્સિપાલ ડૉ. પી. જે. પટેલે વિદ્યાર્થીઓને શાબ્દિક આવકાર આપીને મેનેજમેન્ટ કારકિર્દી પસંદ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ડીન ઓફ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ડૉ. જે. કે. શર્માએ MBA અને I-MBAની ઉપલબ્ધીઓ જણાવીને આ વર્ષની રૂપરેખા વિશે જાણકારી આપી હતી.
એક્સપર્ટ
શ્રી નીરવ શાહ, રીયલ એસ્ટેટ ડેવેલોપર,
શ્રી ગોવિંદ પટેલ, સમર્થ ડાયમંડ,
ભાવેશ પટેલ, સ્ત્રેતજિક કન્સલ્ટન્ટ,
ડૉ ડેઇઝી કુરિયન, સર્ટિફાઇડ ટ્રેનર,
ડૉ કૃતિ પટેલ, સોસીયલ એન્ટ્રપ્રેનીયર
પીન્કી ડે, સ્ટાર્ટ અપ કન્સલ્ટન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ
અને જાનવી પટેલ, સાયકોલોજીસ્ટ


