કડી ભાજપ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી

March 8, 2022

— ૮મી માર્ચ નો દિવસ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ચંપાબા ટાઉનહોલ ખાતે કરવામાં આવી

ગરવી તાકાત મહેસાણા :  આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે.  આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં “નારી તું નારાયણી ” અને “યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા” એવાં વાક્યોથી નારીનું બહુમાન કરવામાં આવ્યું છે .આ જ ભારતમાં દીકરીને દૂધ પીતી કરવાનો ,સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો ક્રૂર રીવાજ પ્રવર્તતો હતો એ પણ એક હકીકત છે.
હકીકતમાં પુરુષ વર્ગે સ્ત્રીઓને એક અબળા તરીકે ગણના કરી ઘણા લાંબા સમય સુધી સ્ત્રી વર્ગની જાણે કે અવગણના કરી હોય એવું જણાયું છે.સ્ત્રીઓનું મુખ્ય કામ ફક્ત ઘરકામ, રસોઈ અને બાળકોને જન્મ આપી એની સંભાળ રાખવામાં જ સમાઈ જાય છે એવી પુરુષોની ખોટી માન્યતાઓનો નારી વર્ગ શિકાર બનતી આવી છે.
કડી માં આવેલ ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે મહિલાઓ માટે ભારતિય જનતા પાર્ટી દ્ધારા વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડી અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહી ને મહિલાઓ નું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે કડી શહેર તથા આજુ બાજુના ગામડાઓ ની 125 થી વધારે  મહીલાઓ એ ચેકઅપ કરાવ્યું હતું.
કડીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે શ્રધ્ધાબેન ઝા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા હાજર રહ્યાં હતાં  તથા મહિલા સંમેલનમાં 7 વિશિષ્ટ કડી શહેરની મહિલાઓનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું  લેફ્ટનન્ટ ડૉ.સ્વાતિ નિગમ, આનંદ ધામ આશ્રમનાં ઉર્વશીબા, દશામા મંદિરના હિરાબા,સંગીતા દીદી બ્રહ્માકુમારી, કડી પાલિકા ઉપપ્રમુખ દક્ષાબેન પ્રજાપતિ   તેમજ અન્ય મહિલાઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કડી શહેર મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન પટેલ, તાલુકા પ્રમુખ રશ્મિકાબેન પટેલ, જિલ્લા મંત્રી લતાબેન પરમાર,પૂર્વ કોર્પોરેટર હીનાબેન ખમાર,  મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જશુભાઈ પટેલ મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઇ પટેલ,મહામંત્રી શૈલેષભાઇ પટેલ ,કડી એપી.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ  શહેર પ્રમુખ જશુભાઈ પટેલ તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ મહામંત્રી જીગ્નેશભાઈ પટેલ તથા કડી તાલુકા અને શહેરની મહિલાઓ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0