— પીડિત પરિવારે જિલ્લા પોલીસવડાને રજુઆત કરી ન્યાય અપાવવા માંગ કરી :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના કાણોદર ગામે ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતા એક પટ્ટણી સમાજના પરિવાર ઉપર કેટલાંક લોકોએ ઠપકો આપવા જેવા નજીવા મુદ્દે હુમલો કરી માર મારતા આ બાબતે પરિવારે ન્યાયની માંગ સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજુઆત કરી છે. પાલનપુર તાલુકાના કાણોદરમાં ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પટણીએ બનાસકાંઠા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરી છે.
તેમના ઘર નજીક રહેતા કેટલાક ઈસમોએ અગાઉની ફરીયાદના સમાધાન બાબતે ઠપકો આપવા જતા ઉશ્કેરાઈ જઈ તેમની રિક્ષાની તોડફોડ કરી નુકશાન કર્યુ હોવાની અને આ ઇસમો માથાભારે હોવાથી ફરીથી પણ હુમલો કરે તેવી ભીતિ હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર


