ડિઝીટલ પેમેન્ટમાં ભારતે મહાસતાઓને પાછળ રાખી દીધી! બન્યું વર્લ્ડ લીડર!

April 17, 2023

♦ અમેરિકા, યુકે, ચીન, જર્મની, ફ્રાન્સ કરતા ભારતમાં ડિઝીટલ પેમેન્ટનો આંકડો ઉંચો

નવી દિલ્હી,તા.15 –  ડિઝીટલ પેમેન્ટની બાબતમાં ભારત, અમેરિકા, યુકે અને ચીન જેવી મહાસતાઓ-વિકસીત દેશોને પાછળ રાખીને વર્લ્ડ લીડર બન્યુ છે. દેશમાં માત્ર ડિસેમ્બર 2022 માં 782 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશન થયા હતા. જે યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સનાં સંયુકત ડિઝીટલ પેમેન્ટ કરતા વધુ છે. ભારતમાં દરરોજ 22 કરોડથી વધુ ટ્રાન્ઝેકશન થાય છે. 2016 માં યુપીઆઈ આવ્યા પછી તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. હવે તો અંતરિયાળ ગામડામાં પણ ડિઝીટલ પેમેન્ટ થઈ રહ્યું છે.

ડિઝીટલ પેમેન્ટમાં જબરજસ્ત વૃધ્ધિથી ઈન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ (આઈએમએફ) જેવી સંસ્થાએ પણ ભારતનાં વખાણ કર્યા છે.આઈએમએફે તેના વર્કીંગ પેપરમાં ભારતનાં ડિઝીટલ ઈન્ફ્રાસ્ટ્રકચરથી વિશ્વને શીખવાની વાત કરી છે.   ભારતમાં યુપીઆઈ શરૂ થયા બાદ ડાયરેકટર બેન્ક ટુ ટ્રાન્સફર અને ડિઝીટલ ઈ-વોલેટ ડિઝીટલ રિવોલ્યુશનનુ કારણ બન્યુ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતનો ડિઝીટલ ગ્રોથ વાર્ષિક 43 ટકા રહ્યો છે. વર્ષ 2010-11 દરમ્યાન કુલ 86 લાખ કરોડ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ 2021-22 માં આ આંકડો 126 લાખ કરોડે પહોંચ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0