ગુજરાતમાં 3 માર્ચથી સીએનજી પંપના માલિકોની અનિશ્ચિત મુદતની હડતાળ  

March 1, 2023

હડતાળના લીધે અમદાવાદના 70 સહિત રાજ્યના 800 સીએનજી પંપ બંધ રહેશે.

ગુજરાતભરમાં થંભી જશે તમારી ગાડીઓ અને રિક્ષા પણ નહીં મળે! શરૂ થાય છે CNG પંપની હડતાળ

ગરવી તાકાત, મહેસાણા તા. 01 – પેટ્રોલ ડિઝલ મોંઘી પડતું હશે એમણે સીએનજી ગાડીઓ લીધી હશે. પણ વિચાર કરો કે જો સીએનજી પંપ જ બંધ હોય તો ગાડીનું શું કરવાનું. પાર્કિંગમાં પડી પડી ગાડી થઈ જશે ડબ્બો. અને રસ્તા પર બહાર જવા નીકળશો તો રિક્ષા પણ નહીં મળે. વાત એમ છેકે, સીએનજી પંપ વાળા અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. 

રાજ્યમાં 55 મહિનાથી સીએનજીનું વેચાણ કરતા ડીલરના માર્જિનમાં વધારો ન થતાં પંપમાલિકોએ 3 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પાડવાની જાહેરાત કરી છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બંધને ટેકો જાહેર કર્યો છે. હડતાળના લીધે અમદાવાદના 70 સહિત રાજ્યના 800 સીએનજી પંપ બંધ રહેશે.

ફેડરેશનના હોદ્દેદારોએ કહ્યું કે, 55 મહિનામાં સીએનજીના દરો અને સંચાલનના ખર્ચમાં વધારો થયો છે. ઓઈલ કંપની ડીલરો પાસેથી સીએનજીના એડવાન્સ બિલ બનાવીને રૂપિયા મગાવે છે. સરકાર સમક્ષ વારંવાર જાણ કરવા છતાં ડીલરોને માર્જિનની રકમ નહીં આપવામાં આવતા હવે અચોક્કસ મુદતની હડતાળ પડાશે. ઓઈલ કંપનીઓ પાસે બાકી નીકળતી 35 કરોડની રકમ ડીલરોને ચૂકવી દેવાય તો હડતાળનો નિર્ણય મોકૂફ રહી શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0