વિસનગરમાં પરણિત યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

— સાસરિયાં સામે દુષ્પ્રેરણનો ગુનો

— સાસુ, સસરા, પતિ તથા નણંદો શારિરીક-માનસિક ત્રાસ આપતા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ

ગરવી તાકાત મહેસાણા : વિસનગરમાં એક પરણીતાએ ઘરમાં પંખા ઉપર દુપટ્ટો બાંધી ટુંપો ખાઈ આત્મહત્યા કરતા સુખી સંપન્ન પરિવારના ઘરમાં બનેલા બનાવથી ચકચાર જાગી છે. યુવતીના પિતાની ફરિયાદ આધારે પોલીસે સાસરીયા વિરુધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

વિસનગરની શેરડીનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પુનમચંદ પંચાલના પુત્ર દિપકકના લગ્ન કૈયલની  દ્રષ્ટી સાથે એક વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન યુવતીના પિતા નવીનભાઈ પંચાલ નોકરી ઉપર હતા ત્યારે તેમના જમાઈ ના મોબાઈલ ઉપરથી પડોશીએ ફોન કરી દ્રષ્ટીએ સ્યુસાઈડ કર્યુ હોવાની જાણ કરી હતી.

જેથી તેઆએ વિસનગર આવી તપાસ કરતા તેમની દિકરી પલંગ ઉપર મરણ હાલતમાં પડી હતી. જેણે રૃમમાં પંખા ઉપર દુપટ્ટા જેવુ કપડુ બાંધી ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી હતી.

પિતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યુ હતું કે, દિકરી દ્રષ્ટી લગ્નના થોડા સમય બાદ નજીકના સગાઓને અવાર નવાર ફોન કરી જણાવતી હતી કે, મારા સાસુ, સસરા, પતિ તથા બે નણંદો માનસીક તેમજ શારીરીક ત્રાસ આપે છે. મહેણાં ટોણાં મારી યેનકેન પ્રકારે હેરાન કરે છે.

આ  નિવેદન આધારે વિસનગર પોલીસે પરણીતાના પતિ દિપક પંચાલ, સસરા જગદીશભાઈ, સાસુ ભાવનાબેન, નણંદ ગોપીબેન પંચાલ તથા પૂજાબેન પંચાલ વિરુધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.