ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના વડોસણ ગામે એક પતિએ પોતાની પત્નીની મજૂરીની કમાણી વાપરી નાખતા ઘરમાં કંકાસ સર્જાયો જ્યારે પત્નીએ ઠપકો આપતા પતિએ તેને કુહાડીનો હાથો મારતા ગંભીર ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત પત્ની પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. વડોસણ ગામે ટેબાવાસમાં રહેતા અંજુબેન ભરતજી ઠાકોર નામના મહિલાની ફરિયાદ મુજબ તેમણે બોરીયાવીગામે આવેલ બેંક ઓફ બરોડામાં પોતાનું ખાતું ચેક કરાવતા તેમની ખેત મજૂરીના.

ભેગા કરેલા બે લાખ રૂપિયા તેમના પતિ ઉપાડી ગયા હોવાનું બેંક દ્વારા જાણવા મળ્યું જે મામલે મહિલાએ ઘરે પોતાના પતિને બે લાખ રૂપિયા ઉપાડવા અંગે પૂછતા તેના પતિએ વપરાઈ ગયા હોવાનું કહી મોં ફેરવી લીધું. જેથી મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાઈ પતિએ ઘરમાંથી લાકડાના હાથવાળી કુહાડી લાવી મારતા કુહાડીનો હાથો વાગતા મહિલાના માથે ગંભીર ઈજાઓપહોંચી.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બૂમાબૂમ થતા મહિલાના સાસુ દોડી આવ્યા. જેમણે રિક્ષામાં મહિલાને બેસાડી હોસ્પિટલ ખાતે લઈ જઈ સારવાર કરાવી. સારવાર દરમિયાન મહિલાને માથાના ભાગે ફેક્ચર થયું હોવાનું સામે આવ્યો સમગ્ર મામલે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ મથકે પોતાના પતિ ભરતજી વિષ્ણુજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


