વડનગરમાં શ્રાવણોસ્તવે લોક હૃદય હીલોળે ચડ્યું, ગીતા રબારીના સુરોના તાલે લોકો ભક્તિમય બન્યા

August 10, 2022

— ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વૈવિધતા સભર ઐતિહાસિક નગરી વડનગરમાં શ્રાવણોસ્તવે ધૂમ મચાદી ધૂમ….

— લોકગાયિકા ગીતાબેન રબારીના મુખથી નીકળેલી સુરાવલીના તાલે વડનગરવાસીઓના મન “મોર બની થનગનાટ” કરી ગયાં

— સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમનું દીવા ઇવેન્ટ્સ દ્વારા સંચાલન કર્યું :

— પાલિકાનો ટાઉનહોલ અમર્યાદિત રહ્યો, ખીચોખીચ જનમેદનીથી હોલ નાનો પડ્યો :

— દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રોતાજનો ભક્તિમય માહોલમાં શિવ મય બન્યા :

ગરવી તાકાત મહેસાણા : ગુર્જરી દેશની પાવન અને ઐતિહાસિક નગરી વડનગરની ખમીરવંતી ધરા ઉપર શ્રાવણ મહિનાના ગત પ્રથમ સોમવારે લોકગાયક કિર્તીદાન ગઢવીએ સંગીતના તાલે કર્ણપ્રિય સુર રેલાવી માનવ મહેરામણને ઘેલું લગાડ્યું હતું. જે કાર્યક્રમ અત્યંત સફળ રહેતા હવે ગઈકાલે એટલે કે શ્રાવણ માસના દ્રિતીય સોમવારે સૂર સામ્રાજ્ઞી કચ્છી કોયલ તરીકે નામાંકિત ગીતા રબારીએ ભક્તિ સંગીત તેમજ લોકસંગીતના સૂરોની ધૂમ મચાવી હતી. અને તેમના પ્રસિદ્ધિ પામેલ ગીત, ગરબા અને લોકગીતોની રમઝટ બોલાવી દર્શકોના દિલ ડોલાવી દીધા હતાં.

ઐતિહાસિક નગરી વડનગરના 2000 વર્ષ પુરાણા હાટકેશ મંદિરના સાનિધ્યમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના આર.આર.ઠક્કર, વડનગરના સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુ ભાઈ મોદી, વડનગર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ,ઉપ પ્રમુખ કાનાજી ઠાકોર , હિરલ બહેન દેસાઈ પ્રદેશ ભાજપ, સભ્ય, ઘેમરજી ઠાકોર, શહેર સંગઠનને નગર પાલિકાના હોદેદારો તથા મોટી સંખ્યામાં વડનગર નગર જનોએ ઉપસ્થિત રહી આ ભક્તિ સભર કાર્યક્રમ ને માણ્યો હતો.

— સંગીત પ્રેમી લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા, ભારે આનંદ ઉલ્લાસ :

ભક્તિ સભર સંગીત દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને લોકગીતોને વિશ્વમાં ગુંજતા કરનાર કચ્છી કોયલ ગીતા રબારી દ્વારા આજે ભગવાન મહાદેવના ભક્તિ સભર ભજનો અને ગુજરાતી લોકગીતો ને રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને આખા હોલ માં માનવમેદની સંગીતના તાલે અને સુરના સંગમ પર ઝૂમી ઉઠી હતી.

— ગીતા રબારીના સુર સાંભળવા હકડે હક જનમેદની ઉમટી, પાલિકા હોલ નાનો પડ્યો :

શ્રાવણ માસ એટલે ભક્તિનો માસ અને એમાંય નાના મોટા દરેકના હૃદયમાં બિરાજમાન ભગવાન ભોળિયાનાથ ની પૂજા અર્ચન વિશેષ રૂપથી કરવામાં આવે છે ત્યારે આજે શ્રાવણોત્સવના કાર્યક્રમમાં ગીતા રબારીએ શિવ વંદના અને ગુજરાતી ગરબા પણ તથા લોકગીતો તેમના અનોખા અંદાજમાં રજુ કર્યા હતા જેને લઈને દર્શકો ડોલી ઉઠ્યા હતા.ગીતા રબારીનું સંગીત માણવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શકો આવતા ટાઉન હોલ ખીચો ખીચ ભરાઈ ગયો હતો અને બીજા બે હોલમાં મોટા સ્ક્રીન ગોઠવવા પડ્યા હતા.અસંખ્ય ચાહકો ધરાવનાર ગીતા રબારી ના મધુર સુરો તથા ગુજરાતી ગરબાની રમઝટ ને માણવા ખૂબ મોટી સંખ્યા માં વડનગર શહેર ઉપરાંત આજુબાજુ ના ગામડાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

— જનતાએ સરકાર તેમજ આયોજક પ્રવાસન વિભાગ અને દીવા ઇવેન્ટ્સનો આભાર વ્યક્ત કર્યો :

શર્મિષ્ઠા તળાવના કાંઠે વસેલા અને ઝાંઝરમાન ઇતિહાસ ધરાવતા વડનગરના આંગણે શ્રાવણોત્સવ દ્વારા સુર સંગીતનું આયોજન કરનાર ગુજરાત સરકાર તેમજ પ્રવાસન વિભાગ અને દીવા ઇવેન્ટ્સ દ્વારા જે સંચાલન કરીને વડનગર શહેર તેમજ આસપાસના રહીશોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું તે કાબિલે દાદ છે. છેલ્લા બે વર્ષથી કોરોના અને અન્ય રીતે માનસિક રીતે સંકુચિત થઈ ગયેલ માનવીઓને મહેકાવતો કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો

જેને લઈને હજારો લાખોની જનમેદની પોતાના દુઃખ દર્દ ભૂલી ઉત્સાહી માનસિકતા સાથે કાર્યક્રમ નિહાળવા આવી હતી. કિર્તીદાન ગઢવી તેમજ ગીતાબેન રબારીના મુખેથી પીરસાયેલા સુરીલા તાલે લોકો આનંદ સાથે પરમાનંદની અનુભવ કરી હોય તેવી બાબત સામે આવી હતી. ભક્તિમય વાતાવરણમાં સંગીતની સુરાવલીએ લોકોના મન મોર બનીને નચાવ્યા હતા. ઉપસ્થિત જનમેદનીય સરકાર પ્રવાસન વિભાગ અને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર – 9925868301

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0