ઊંઝામાં શ્રમજીવી પરિવારની પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી સામુહિક બળાત્કાર ગુજાર્યાે

April 9, 2022

— પરિચીત ચાર શખસોએ દૂર્ષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ :

— રાજસ્થાનના દૌસા મહિલા પોલીસે 0 નંબરથી ફરીયાદ દાખલ કર્યા બાદ મહેસાણા પોલીસને હવાલે :

ગરવી તાકાત મહેસાણા : ઊંઝામાં મુકબધિર પરિણીતાની મજબૂરીનો લાભ ઉઠાવી ચાર શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યાે હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે. જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાયેલ દંપતિએ રાતોરાત ઊંઝા છોડી ૭૦૦ કિમી દૂર જયપુર નજીક વતનમાં પહોંચીને પોલીસને રજૂઆત કરતાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ થઈ હતી.ત્યારબાદ સમગ્ર મામલો મહેસાણા ડીએસપી સુધી પહોંચતા આખરે ઊંઝામાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઊંઝા હાઈવે  પર  છાપરામાં રહેતા રાજસ્થાની  શ્રમિક પરિવાર નો યુવાન  અઠવાડીયા અગાઉ ફુગ્ગા વેચી રહ્યો હતો ત્યારે તેના પાંચ વર્ષના બાળકે દોડતા આવીને મમ્મીને મારપીટ થતી હોવાનું જણાવતા તે  રહેવાના સ્થળે પહોંચ્યો હતો.જયાંનું દ્રશ્ય નીહાળીને શ્રમજીવી ચોંકી ઉઠયો હતો.પોતાની મુકબધીર પરિણીતાની લાચારીનો લાભ ઉઠાવીને  જગન્નાથ બાગરીયા, દેવનારાયણ બાગરીયા, ધારાસિંહ બાગરિયા તથા માંગીલાલ બાગરીયા તેની ઉપર બળજબરીપૂર્વક સામુહિક બળાત્કાર ગુજારી રહ્યા હતા.

પતિ આવી જતાં આખરે  આ વાત કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.બીજી તરફ ઘટના બાદ  ભોગ બનનાર દંપતિ ગભરાઈ  ગયા હોવાથી ઊંઝા છોડી જયપુર નજીક વતનમાં દોડી ગયું હતું.અહીં  દૌસા મહિલા પોલીસ સ્ટેશને રજૂઆત કરતાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ થઈ હતી અને મહેસાણા ડીએસપી કચેરીએ ટ્રાન્સફર થતાં  છેવટે  ઊંઝા પોલીસે ગેંગરેપની ફરિયાદ દાખલ કરી ચાર આરોપીઓ જગન્નાથ બાગરીયા, દેવનારાયણ બાગરીયા, ધારાસિંહ બાગરિયા તથા માંગીલાલ બાગરીયા સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ માટે ઊંઝા પીઆઈ વાઘેલાએ ધમધમાટ શરૃ કર્યો છે.

— મહેસાણા પોલીસને તપાસ માટે રાજસ્થાન જવું પડે તેવી સ્થિતી :

ફરિયાદી તથા આરોપીઓ  રાજસ્થાન જયપુરની આસપાસના વિસ્તારોના હોવાથી તમામ વતનભેગા થઈ ગયા છે. ફરિયાદમાં ઘટનાસ્થળનો ચોક્કસ ઉલ્લેખ નહિ હોવાથી પોલીસ માટે ભારે પડકારૃપ બન્યું છે. ઘટનાની તપાસ શરૃ કરવા માટે સ્થાનિક પોલીસને ૭૦૦ કિમી દૂર લાંબા થવું પડે તેવી સ્થિતિ હોવાનું પોલીસ વર્તુળોમાં  ચર્ચાય છે.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0