ભાજપ શાસિત મહેસાણા પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ ટાંટિયા ખેંચ સ્પર્ધાનો શુભારંભ

September 12, 2023
છેલ્લી ત્રણ ટર્મથી પાલિકામાં ચૂંટાઇએ છીએ અને આજ સુધી કોઇ છાંટો ઉડ્યો નથી – જનકભાઇ બ્રહ્મભટ્ટ
કોઇ રૂપિયા માગવામાં આવ્યા હોય તો સામે આવે, જાહેરજીવન છોડી દેવા તૈયાર છીએ – કૌશિક વ્યાસ
ગરવી તાકાત, મહેસાણા તા. 12- ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. મહેસાણા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ જ અંદરો અંદરો ટાંટિયા ખેંચ સ્પર્ધાનો શુભારંભ થયો હોય તેવું બગીચાના કોન્ટ્રાક્ટરની વાયરલ થયેલી ઓડિયો કલીપને જોતા જણાઇ આવે છે. પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ જ જૂથવાદ વકરતો જતો જોવા મળી રહ્યો છે. આ મામલે પાલિકાના નગરસેવક જનક બ્રહ્મભટ્ટ અને કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ વિવાદોના વમળમાં આવતાં આ મુદ્દે તેઓએ બગીચાના કોન્ટ્રાક્ટર અને ભાજપના જ અગ્રણી કૌશિક વ્યાસ અને જનક બ્રહ્મભટ્ટને પાડી દેવાની પેરવી કરી રહ્યા હોવાનો ખુલાસો આપવામાં આવ્યોં છે.

મહેસાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપથી ભાજપના સદસ્યોમાં અંદરખાને ચાલી રહેલો જૂથવાદ સપાટી પર આવ્યો છે. નગરપાલિકાના બગીચાની જાળવણીના કોન્ટ્રાક્ટરની પદાધિકારી સાથે વાતચીતની કથિત ઓડિયો ક્લિપમાં પૈસાની લેતી-દેતીના સપોર્ટમાં કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ અને સિનિયર કોર્પોરેટર જનકભાઇ બ્રહ્મભટ્ટના નામ આવતાં તેમણે સોમવારે ઓડિયો ક્લિપ મામલે વળતો ઘા કરતાં કહ્યું કે, ભવિષ્યમાં જનકભાઇને પાલિકામાં કોઇ હોદ્દો ન મળે તેવું પાલિકાના જ ચોક્કસ જવાબદાર સિનિયર સભ્યએ કર્યું હોવાનું માનીએ છીએ.

તેમણે પાર્ટીમાં અંદરોઅંદર ઝગડા કરાવવા અને ગૃપ ચાલે છે તેવું દેખાડવા આ હરકત કરી હોઇ અમે પાર્ટીમાં આ ઓડિયો ક્લિપ આપીને રજૂઆત કરીશું. આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના મહત્વના પદ માટે નામો નક્કી થવાના સમયે જ સામે આવેલી ઓડિયો ક્લિપે પાલિકાના રાજકારણમાં રાજકીય રંગ પકડ્યો છે અને નવી ટર્મમાં તેના પડઘા પડવાના સંકેતો અત્યારથી જ દેખાઇ રહ્યા છે. દરમિયાન, જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય સુધી આ મામલો પહોંચ્યો છે.

નગરપાલિકાના કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસે જણાવ્યું કે, ઓડિયો ક્લિપ અમે સાંભળી છે. સાંઇ એન્ટરપ્રાઇઝ પાસેથી બે એજન્ટો (કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર)એ અમારા નામે પૈસા માગ્યા. અમે પેમેન્ટ અટકાવતા હતા અને રૂ.1.10 લાખ એજન્ટને ચૂકવ્યા અને બાકી 10 ટકા માગતા હોવાની વાત આવે છે.

આવા કોઇ રૂપિયા માગવામાં આવ્યા હોય તો સામે આવે, જાહેરજીવન છોડી દેવા તૈયાર છીએ. ક્લિપમાં જે માણસ પ્રશ્નો કરે છે તે ભાજપના જવાબદાર માણસ છે અને ભવિષ્યમાં જનકભાઇને કોઇ હોદ્દો ન મળે તેવો ચોક્કસ પ્રયાસ કરાયો હોવાનું અમે માનીએ છીએ. પાલિકાના જ સિનિયર કાર્યકરનો ક્લિપમાં અવાજ છે. અમારી મુદત પૂરી થાય છે ત્યાં કારણ વગર આ અસ્થાને છે. 12 માસથી આ કોન્ટ્રાક્ટ માલિક સાથે કોઇ વાતચીત કે મળ્યા હોય એ સાબિત કરી બતાવે તો જાહેર જીવન છોડી દેવાની તૈયારી છે.

સિનિયર સદસ્ય જનકભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, અમે છેલ્લી ત્રણ ટર્મથી પાલિકામાં ચૂંટાઇએ છીએ અને આજ સુધી કોઇ છાંટો ઉડ્યો નથી. આગામી અઢી વર્ષ પણ પાર્ટી કોઇ હોદ્દો આપે કે ના આપે અમે વિસ્તારના કામો ગતિથી જ કરવાના. અમુક લોકોએ અમારી વિરુદ્ધ સેન્સ આપી ગંભીર આક્ષેપો કર્યા છે.

અદેખાઇમાં ગમે તેમ કરી બાનમાં મૂકી જનકભાઇ સાયલન્ટ થઇ જાય તેવી ચર્ચા માર્કેટમાં કરે છે. પાલિકાના અમારા સિનિયર સદસ્ય છે, જેમણે ચૂંટણી ટાંણે ગંદુ રાજકારણ કર્યું છે. કોઇને પછાડવાનું કાવતરું છે. અમારી સામેના ગ્રુપના નો રિપિટમાં કમી થયા એ જનકભાઇને ન મળે તે લોકોના નામ અમે પાર્ટીને જણાવીશું. જોકે, બંને સદસ્યોએ સિનિયર સદસ્યના નામનો ઉલ્લેખ ટાળ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0