વર્ષ ૨૦૧૬-૧૭ ની ૧૫ ટકા વિવેકાધીનની ગ્રાન્ટમાં દીવાલનું કામ કાગળ ઉપર થયાની રાવ

July 22, 2022

— લ્યો બોલો.. વાવના દેથળી ગામે દિવાલ બનાવ્યા વગર પૈસા ઉપાડી બારોબાર હજમ કરી દેવાયા હોવાની રાવ :

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠાના સરહદી એવા વાવ તાલુકાના દેથળી ગામે મંજુર થયેલ સંરક્ષણ દીવાલનું કામ કાગળ ઉપર થયું હોવાની સ્થાનિકોની રાવ ઉઠી છે. જોકે આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ છતાં આ દીવાલને લઈને સરકારી કર્મચારીઓ દ્વારા આ રજુઆતને લઈને ગલ્લાતલ્લા કરાયા હતા. દેથળી ગામે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૫ ટકા વિવેકાધીન સંરક્ષણ દીવાલ અનુસૂચિત જાતિ જેમલભાઈના ઘરથી લઈને શંકરભાઈ કાજાભાઈના ઘર સુધી આ દીવાલ મંજુર થયેલ.
જે રકમ ૧૦૦,૦૦૦ તેમજ ૨૦૧૮-૧૯ વર્ષમાં ૧૫ ટકા વિવેકાધીન સંરક્ષણ દીવાલ પ્લોટ વિસ્તારમાં સેંધાભાઇ વેરશીભાઇના ઘરેથી પદમાભાઈ મીઠાભાઇના ઘર સુધીની દીવાલ મંજુર થયેલ રકમ ૨૦૦,૦૦૦૦ હતી અને જેનો વર્ક ઓડર્ર પણ પડેલ છે તથા કંપ્લેશન સર્ટિફિકેટ પણ અપાઇ ગયેલ છે. પરંતુ આ દીવાલનું કામ માત્ર કાગળ પર જ થયેલ છે અને આ કામના નાણાં પણ ઉપડી ગયેલ છે. જો આ દીવાલ પણ બનાવવામાં આવી નથી તો આ દીવાલનું મટેરીયલ વાપર્યું તેવા ખોટા બીલો રજૂ કરીને કોન્ટ્રાકટર સરકારી ગ્રાન્ટ ના નાણાં બારોબર ચાઉં કરી ગયો છે.
જેને લઈને ગામના જાગૃત નાગરિકોએ મીડિયા નો સહારો લઈ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર તેમજ સરપંચ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે તમને દીવાલ કરી આપવાની છે એટલે માપણી કરીએ છીએ અને માપણી કરીને જતા રહ્યા હતા. જેને આજ પાંચ વર્ષ પુરા થયા છતાં અમને દીવાલ બનાવી આપી નથી અને અમે જ્યારે તપાસ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે દીવાલ તો બની ગઈ છે અને બીલો પણ મંજુર થઈ ગયેલ છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ દીવાલ ફરીથી બનાવવામાં આવશે કે પછી આમને આમ કાગળ પર જ રહેશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા – પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0