બહુચરાજી તાલુકાના સુજાણપુરા ગામમાં છેલ્લા ૩-૪ માસથી ગટર લાઈન તથા પીવાના પાણીની પાઈપલાઈનનું કામ મંજુર થયેલું હોવા છતાં વહીવટદારની અણઆવડત ના કારણે કામન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

શેર કરવા અહીં ક્લિક કરો.

— આ બાબતે વહીવટદારને તેમના મોબાઈલ નંબર ઉપર ટેલીફોનીક વાત કરવાનો વારંવાર પ્રયત્ન કરવા છતાં તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હોઈ વાત થઈ શકી નથી :

— બહુચરાજી તાલુકાના સુજાણ પુરા ગામમાં જૂની ગટર લાઈન બ્લોક હોવાથી ગટરનું પાણી ગામના જાહેર રસ્તાઓ પર ભરાઈ રહેતું હોઈ ગામલોકોને માથે તોળાતો આરોગ્યનો ખતરો :

ગરવી તાકાત મહેસાણા : બહુચરાજી તાલુકામાં આવેલા ૩૦ ગામોમાં સ્થાનિક સ્વરજ્યની ચૂંટણીઓ ન યોજાતાં આ ગામોમાં હાલમાં વહીવટદારો દ્વારા ગ્રામ પંચાયતો નો વહીવટ થઈ રહ્યા છે. જેમાં સુજાણપુરા ગામમાં પણ વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયત નું સંચાલન થઈ રહ્યું છે. આ ગામમાં છેલ્લા ૩-૪ મહિનાથી નાડીયાવાસ તરફની ગટર લાઈન નું કામ પીવાના પાણીની પાઈપલાઈન નું કામ મંજુર થયેલ હોવા છતાં વહીવટદાર દ્વારા ગામના પ્રશ્નો બાબતે બેદરકારી દાખવાતા ગામલોકો ઉભરાતી ગટરોના પાણીથી ત્રાસી ગયા છે.

જોકે આ વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- ની ગટર લાઈન મંજુર થયેલ પડી છે  જે બાબતે ગ્રામીણો દ્વારા રજૂઆતો કરવામાં આવતાં વહીવટદાર દ્વારા, ફોન પર રજૂઆત ન કરવા અને પ્રશ્નો બાબતે લેખિતમાં અરજી આપી રજૂઆત કરવાનું જણાવતા હોવાની ગામલોકો દ્વારા રજૂઆત સાંભળવા મળી છે. તેમજ ગામલોકોના કહેવા મુજબ વહીવટદાર મોટા ભાગે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ રાખતા હોવાથી મોટા ભાગે વાત પણ થઈ શકતી ન હોવાથી ગામલોકો પણ દ્વિધામાં મુકાયા છે.

ગામમાં ઘણા સમયથી ગામના જાહેર રસ્તાઓ પર તથા ગામલોકોના ઘરોના બાથરૂમ માંથી ગટરના પાણી ફરી વળતાં ગામલોકો ત્રાસી ગયા છે. જ્યારે ગામથી થોડે દૂર અંતરે આવેલ પરાવિસ્તાર માં પીવાના પાણીનો પ્રશ્ન હોઈ તેના માટે પણ રૂ.૨,૦૦,૦૦૦/- ની પીવાના પાણીની પાઈપલાઈન નું કામ મંજુર થયેલ છે તે બાબતે પણ કામ કરવામાં ન આવતાં લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે જેનો સમયસર નિકાલ ન કરવામાં આવે તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો નો ભય તોળાઈ રહ્યો છે. તો બીજી બાજુ પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. આમ, વહીવટદારની અણઆવડત ને લીધે ગામમાં અરાજકતા નું વાતાવરણ ઉભુ થયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.