ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું આ આવેદનપત્રમાં ખાતર વિતરણની નવી પાઈલોટ પ્રોજેક્ટ વ્યવસ્થાને રદ કરીને જૂની P.O.S. મશીન આધારિત સિસ્ટમ ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ખાતર વિતરણ માટે એક નવીન પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો આ પ્રોજેક્ટ અંતર્ગત, ખેડૂતોએ તેમના સ્માર્ટ એન્ડ્રોઈડ મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને જરૂરી ખાતર બુક કરવાનું હોય.

અને પછી પસંદ કરેલી સંસ્થામાંથી ખાતર મેળવવાનું હોય જોકે, ભારતીય કિસાન સંઘના જણાવ્યા અનુસાર આ નવી વ્યવસ્થાથી ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો જિલ્લાના મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી અને જે ખેડૂતો પાસે મોબાઈલ તેઓ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખાતર મેળવવા માટે પૂરતા શિક્ષિત નથી વધુમાં, 7/12ના ઉતારામાં એક કરતાં વધુ ખાતેદારો હોય તેવા કિસ્સામાં પણ સમસ્યા સર્જાય જો એક ખાતેદાર ખાતાનો ઉપયોગ કરીને ખાતર મેળવે તો અન્ય ખાતેદારોને ખાતર મળવાપાત્ર રહેતું નથી.

જેના કારણે ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્કેલી પડે અને તેઓ હેરાન થાય હાલમાં જિલ્લામાં વરસાદ ન હોવાથી ખાતરનું વેચાણ મર્યાદિત તેમ છતાં ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી કિસાન સંઘે ચેતવણી આપી કે જો જૂની વિતરણ વ્યવસ્થા પુનઃસ્થાપિત નહીં થાય તો વરસાદ પડ્યા પછી ખાતરની માંગ વધતાં પરિસ્થિતિ વધુ વણસશે અને ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે આથી તાત્કાલિક ધોરણે પાઈલોટ પ્રોજેક્ટ બંધ કરીને જૂની P.O.S. મશીન આધારિત સિસ્ટમથી ખાતરનું વેચાણ શરૂ કરવા વિનંતી કરવામાં આવી.


