મહેસાણા શહેરમાં જાહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને બેફામ ડ્રાઇવિંગ કરતા તત્વો સામે મહેસાણા પોલીસની કડક કામગીરી શરૂ…

June 17, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં જાહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને બેફામ ડ્રાઇવિંગ કરતા તત્વો સામે મહેસાણા પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસ મથકે રહેણાંક વિસ્તારમાં વગર પાસ-પરમિટ મેળવ્યે રિક્ષામાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી ન્યુસન્સ ઊભું કરનારા બે રિક્ષા ચાલકો સામે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર પ્રથમ કિસ્સામાં શોભાસણ રોડ પર આવેલી.

ગુજરાતના 18 લાખ રિક્ષા ચાલકો પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી,  આંદોલનનની ચીમકી - Revoi.in

શાલીમાર સોસાયટી વિભાગ-2, મકાન નં. 100માં રહેતા 25 વર્ષીય રિક્ષા ચાલક સરફરાજ મુસ્તુફાભાઈ શેખ પોતાની સીએનજી રિક્ષા નંબર: GJ-02-AU-2455 લઈને નીકળ્યા તેમણે પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં વગર પાસ-પરમિટે ઊંચા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ત્રાસદાયક સ્થિતિ સર્જાઈ હતી અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનો ભંગ થયો જ્યારે બીજા કિસ્સામાં રાધનપુર ચોકડી પાસે લશ્કરી કુવા.

Mehsana Police Action on Rickshaw Drivers for Loud Music | Noise Pollution  Case

ડફેર દંગા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય રોશનાલી કરીમભાઈ સિંધી નામના રિક્ષા ચાલકે પણ પોતાની સીએનજી રિક્ષા નંબર GJ-02-AU-0750 માં આ જ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કર્યું રોશનાલીએ પોતાની રિક્ષા બેદરકારીપૂર્વક હંકારીને પરવાનગી વગર મોટા અવાજે મ્યુઝિક વગાડી જાહેર જનતાની શાંતિનો ભંગ કર્યો આ બંને રિક્ષા ચાલકોની કરતૂત બદલ મહેસાણા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસની આ કડક કાર્યવાહીથી જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0