રાજકોટમાં લીફ્ટમાં માસુમ બાળકીને 1 શખસે બોટલથી માર માર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત રાજકોટ: સતત વધી રહી છે દીકરીઓ પર હુમલાની ઘટનામાં વધારો કરતી એક ઘટના રાજકોટમાં બની છે. શહેરમાં એક ફૂલ જેવી કુમળી બાળકીને માર મરાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. માધાપર ચોકડી નજીક સુંદરમ સિટી એપાર્ટમેન્ટની ઘટનામાં આ ઘટના બની છે. જેમાં લિફ્ટમાં માસૂમ બાળકીને યુવકે માર માર્યો હતો. બાળકીને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

બાળકીના વાલીએ આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના કારણે સમગ્ર કાંડ પરથી પડદો ઉઠ્‌યો હતો.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે શહેરના માધાપર ચોકડી નજીક રહેણાંક હાઈરાઈઝની લીફ્ટમાં નાની એવી માસુમ બાળકીને એક શખસ બોટલથી માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થતા ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવીમાં કેદ શખસને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.

ગત ૧૯ તારીખે સવારે ૧૦ વાગે અને ૫૯ મીનિટે આ ઈમારતની લીફ્ટ ખોલવામાં આવે છે જેમાં પહેલા એક નાનો બાળક ત્યારબાદ એક નાની બાળકી અને ત્યારબાદ એક શખસ લીફ્ટમાં આવે છે. જેમાં શખસ બાળકીને પોતાના શરીરથી દબાવી બાદમાં ગુસ્સે થઈ પોતાના હાથમાં રહેલી પાણીની બોટલ માસુમ બાળકીને માથામાં કાનના ભાગે જાેરથી ફટકારી દે છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે સીસીટીવીમાં કેદ શખસને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. જાેકે આ અંગે રાત સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. માર મારનાર કોણ અને બાળકી કોણ શા માટે માર માર્યો તે સહિતના પ્રશ્નો ઉદ્દભવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.