ગરવી તાકાત પાટણ : પાટણમાં મનરેગા યોજનાને નબળી પાડવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રેલવે ગરનાળા પાસે ચક્કાજામ કરાયા બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેન કર્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ હેઠળ પાટણ જિલ્લા કોંગ્રેસે આ વિરોધ કાર્યક્રમ રેલવે ગરનાળા ખાતે યોજ્યો કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ને નબળી પાડવામાં આવી રહી હોવાના આરોપો સાથે આ પ્રદર્શન કરાયું પ્રદર્શનકારીઓએ સૌપ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

ત્યારબાદ શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા કોંગ્રેસના કાર્યકરોએ ‘હાય રે ભાજપ હાય હાય’ ના નારા લગાવી વાતાવરણ ગજવ્યું અને વાહનવ્યવહાર અટકાવી ચક્કાજામ કર્યો વિરોધ પ્રદર્શન શરૂ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો પોલીસે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાહનોમાં બેસાડ્યા રસ્તા પરથી હટાવવા માટે તેમને ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકારનું તાજેતરનું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ બિલ મનરેગા યોજનાનું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ વિપક્ષ આ નવા બિલને મનરેગાને નબળી પાડવાના અને શ્રમિકોના અધિકારો છીનવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યું કોંગ્રેસે મનરેગા અને શ્રમિક અધિકારોના મુદ્દે સરકાર સામે આગામી સમયમાં પણ વિરોધ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારી.


