ગરવી તાકાત પાલનપુર : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલમાં વધતા કમરતોડ ભાવ વધારાથી પ્રજાજનોની હાલત ખરાબ થઈ રહી હોવાના મુદ્દે પ્રજાના સમર્થનમાં અસહ્ય ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા સખ્ત વિરોધ વ્યક્ત કરાયો હતો.અને ભાવ વધારાને લઈ જનતાની વધતી હાડમારી ને લઈ સરકારની આંખ ઉઘાડવા પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્ય
ક્રમ યોજાયો હતો.
ક્રમ યોજાયો હતો.કોરોના કહેરથી દેશમાં ખાદ્યતેલથી માંડી અનાજ ,તેલ, પેટ્રોલ, ડીઝલમાં કમ્મર તોડ ભાવ વધારો થઈ રહયો હોવાના મુદ્દે સત્તાધારી પક્ષની શંકાસ્પદ ચૂપકીદી ને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા આ ભાવ વધારાથી માંડી સરકારની પ્રજા વિરોધી નિતીનો ભારે વિરોધ વ્યક્ત કરાયો હતો.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ,ડીઝલ સહિતની ચીજ વસ્તુઓના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં જિલ્લાકક્ષાએ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય મથક બનાસકાંઠાના પાલનપુર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા પેટ્રોલ ડીઝલ સહિતની ભાવ વધારાના વિરોધમાં જિલ્લા કક્ષાએ ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો.
જેની અંદર ‘હાયરે..ભાજપ હાય હાય’ ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ નારાઓ લગાવી કલેક્ટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદન પત્ર પાઠવતા જણાવ્યું હતું કે ગરીબ માણસને આવા મોંઘવારીના સમયે બે ટાઈમ જમવાનું પણ મળી રહેતું નથી. જેને કારણે સરકાર દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી પર નિયંત્રણ લાવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


