ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નુગર નજીક એક પીકઅપ ડાલાના ચાલકે એક હોન્ડાસીટી ગાડીને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક મહિલાને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવી છે. મહિલાએ અકસ્માત સર્જી ફરાર થયેલા પીકઅપ ગાડીના ચાલક સામે ફરિયાદ દાખલ કરી
કડી તાલુકામાં આવેલા કૈયલ ગામે રહેતા ભારતીબેન અને તેમનો પરિવાર પોતાની ગાડી (GJ-02-KR-5832)માં સવાર થઈને પોતાના ગામ કૈયલ ખાતે જઇ રહ્યા હતા. એ દરમિયાન મહેસાણા તાલુકાના નુગર-બોદલા ગામ વચ્ચે અપંગ સેવા ટ્રસ્ટ નુગર સ્કૂલ આગળ એક બેફામ પીકઅપ ડાલના ચાલકે ફરિયાદીની ગાડીને આગળ ટક્કર મારી હતી. ટક્કર વાગતા ગાડીમાં સવાર ફરિયાદીના ભાઈ, પતિનો આબાદ બચાવ થયો હતો. જ્યાં ફરિયાદીને બેઠોમાર વાગતા તેઓના સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી પીક અપ ડાલાનો ચાલક ફરાર થયો હતો.


