ગરવી તાકાત મેહસાણા: મહેસાણામાં માન ફાર્મા પાસેથી એક વૃદ્ધા પોતાના ગામ જવા નીકળ્યા હતા, ત્યારે એક રિક્ષા ત્યાં આવી જતા રિક્ષામાં બેસી વૃદ્ધા પોતાના ગામ જઇ રહ્યા હતા. એ દરમિયાન રિક્ષામાં સવાર એક મહિલા અને બે પુરુષ વૃદ્ધાની નજર ચૂકવી થેલીમાં પડેલુ પાકિટની ચોરી કર્યા બાદ બહાનું કાઢી વૃદ્ધાને ગોકુલધામ પાસે ઉતારી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં હાલમાં વૃદ્ધાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા તાલુકામાં આવેલા મગુના પાસેના લાલજીપુરના વૃદ્ધા મહેસાણા ખાતે રહેતા પોતાના દીકરાના ઘરે આવ્યા હતા. બાદમાં પોતાના ગામ જવાનું હોવાથી તેઓ માન ફાર્મા ચોકડી ઉભા હતા. એ દરમિયાન એક રિક્ષા ત્યાં આવી હતી અને રિક્ષા ચાલકે વૃદ્ધાને કયા જાઉં છે એમ પૂછ્યું હતું. વૃદ્ધાએ મગુના પાસે આવેલા ગામ જવાનું કહેતા રિક્ષા ચાલકે બાજુ એ જતો હોવાનું કહેતા રિક્ષામાં બેઠા હતા.
રિક્ષામાં વૃદ્ધા સિવાય અન્ય એક મહિલા અને બે પુરુષો સવાર હતા જ્યાં થોડે આગળ ગોકુલધામ પાસે આવેલા જય ગોગા સર્વીસ સ્ટેન્ડ પાસે આવતા રિક્ષામાં બેસેલી અન્ય એક મહિલાએ ડ્રાઇવરને કહેલું કે, મારે આગળ ઉતરવાનું હતું, અહીં કેમ લઇ આવ્યા? જેથી રિક્ષામાં ચાલકે વૃદ્ધાને કહ્યું કે, તમે અહીંયા ઉતરી જાઓ હું આ બેનને આગળ ઉતારી પાછો આવું છું એમ કહી વૃદ્ધાને ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બાદમાં વૃદ્ધા અન્ય રિક્ષામાં પોતાના ગામ આવી હતી. જ્યાં પોતાની થેલી તપાસ કરતા થેલીમાં મુકેલુ પર્સની ચોરી થઈ હોવની જાણ થઈ હતી. પર્સમાં રોકડા 3 હજાર, બે સોનાની બગડી કિંમત 70 હજાર મળી કુલ 73 હજારના મતાની ચોરી થઈ હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં મહિલાએ અજાણ્યા રિક્ષા ચાલક અને રિક્ષામાં સવાર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મેહસાણા


