ગરવી તાકાત મહેસાણા : સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામમાં મકાન બનાવવા પિતા પાસેથી રૂ.3 લાખ લઈ આવવાનું દબાણ કરીને કનેસરાની પરિણીતાને તેના સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી હતી.
મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામના ચમનજી દલસંગજી ઠાકોરની દિકરી રોનીકાના લગ્ન 7 વર્ષ અગાઉ સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામના વિરાજી મફાજી ઠાકોર સાથે થયા હતા. થોડા સમય સારી રીતે રાખ્યા બાદ તેણીને ઘરના કામકાજના મામલે શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ. કરવામાં આવ્યું . જોકે ઘરસંસાર બગડે નહીં તે માટે પરિણીતા સહન કરતી રહી હતી.
દરમિયાન તેણી અને 4 વર્ષના દિકરાને ખેતરના ઘરમાં જુદુ આપી દઈ તેના પતિને આવવા દેતા નતા .જયારે ઘરને પ્લાસટર કરાવવાનું કહેતા તારા પિતાને ત્યાંથી રૂ. ૩ લાખ લઈ આવ તેવું કહીને ઘરમાંથી કાઢી મુકી. જેથી પિયર આવી ગયેલી પરિણીતાએ આ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા તેનું નિવેદન લીધા બાદ આખરે તેણીના પતિ સહિત 4 સાસરીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.


