ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત ગુજરાત ભરમાં ચોમાસા મા સારીરીતે વરસાદ થયો છે અનેક ડેમો ભરાઈ જવા થઈ ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી જોડવા માં આવ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના ખોડા ગામે સારો એવો વરસાદ પડવા થી અનેક ના ઘરમાં પાણી ફરી વળ્યા હતા જયારે ગત તા.20/8/2022. ના રોજ પવન સાથે વરસાદ પડતા ખોડા ગામના ગીતાબેન રમેશભાઈ મકવાણા તેમના ઘર ના પતરા તેમજ દીવાલો પડી જવાથી બે લાખથી વધારે નું નુકશાન થયું હતું
ગીતાબેન વિધવા હોવાથી એક દલિત પરિવાર અને ગરીબ નું ઘર પડવા થી રહેવાનો એક આસરો હતો એ પણ છીનવાઈ ગયો છે ગીતાબેન ને ઘરના પતરા તેમજ દીવાલ પડવાથી ઘરમાં કેવીરીતે રહેવું એપણ મુશ્કેલ થઇ પડ્યું છે એક મહિનો થયો છાંતા સરકારી કોઈ સહાય ન મળતા સરકાર પાસે માગ કરી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ