હારીજ તાલુકાના કાઠી ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 1,61,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની કરી ચોરી…

July 9, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાઠી ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 1,61,500 ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી આ અંગે એસ.આર.પી.એફ.માં ફરજ બજાવતા ગૃહસ્વામીએ હારીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી કાઠી ગામના રહેવાસી અને એસ.આર.પી.એફ. ગ્રુપ-03 મડાણા ખાતે નોકરી કરતા વિનોદજી ચંદુજી ઠાકોર 8 જુલાઈ, 2026ના રોજ પરિવાર સાથે ઘર બંધ કરીને બહેનના ઘરે તોરણીપુર ગયા આ દરમિયાન સવારે 10:30 થી બપોરના 12:30 વાગ્યાના સમયગાળામાં અજાણ્યા ચોર ઇસમે બંધ મકાનના રૂમના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો.

ચોરે રૂમમાં રાખેલી લોખંડની તિજોરીનો લોક તોડી કિંમતી દાગીના ચોરી ફરાર થઈ ગયો બપોર ના સમયે ફરિયાદીના કાકાએ ઘરના દરવાજાનો લોક તૂટેલો જોતા તેમણે ફોન દ્વારા પરિવારને જાણ કરી પરિવાર તાત્કાલિક ઘરે પરત ફરતા તિજોરીના ખાના બહાર બેડ પર પડેલા જોવા મળ્યા અને અંદરથી સોના-ચાંદીના ઘરેણા ગાયબ ચોરી થયેલા દાગીનામાં રૂ. 18,000ની સોનાની કાનની શેર (5 ગ્રામ), રૂ.40,000ની સોનાની ચેન (1 તોલો), રૂ. 25,000ની.સોનાની હાંસડી (7.5 ગ્રામ), રૂ. 17,000 નું સોનાનું કડું (5 ગ્રામ)

સોના-ચાંદીના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ

અને રૂ. 18,000 ની સોનાની ગ્રેડવાળી ચાર બંગડીઓનો સમાવેશ થાય આ ઉપરાંત, રૂ. 22,000નો ચાંદીનો કંદોરો (450 ગ્રામ), રૂ. 8,000ની ચાંદીની લક્કી (100 ગ્રામ), રૂ. 1,500ના ચાંદીના બે માઠિયા (50 ગ્રામ) તેમજ રૂ. 12,000 ની ચાંદીની પોલ (250 ગ્રામ) સહિત કુલ રૂ. 1,61,500 ના મુદ્દામાલની ચોરી થઈ વિનોદજી ઠાકોરની ફરિયાદના આધારે હારીજ પોલીસે અજાણ્યા ચોર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 305(a) અને 331(4) હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ બલવંતભાઇ મહેરાઇયા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0