ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારના પુર્વ ગૃહ મંત્રી અને મહેસાણા ડેરી ના પુર્વ ચેરમેન સામે કરોડો રૂપિયાના કૌભાંડ અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને એમના નિવાસ્થાને થી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે આંજણા ચૌધરી સમાજ દ્વારા કાંકરેજ અર્બુદા સેના પ્રમુખ રમેશભાઇ ચૌધરી ની આગેવાની હેઠળ
મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો અને વડીલ આગેવાનો દ્વારા કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ને યોગ્ય રીતે તપાસ કરી ને વિપુલ ચૌધરીને મુકત કરવા માં આવે તેવી માંગ કરી હતી અને જય અર્બુદા માતા ના નારા લગાવ્યા હતા જેમાં કાંકરેજ મામલતદાર બી. જે. દરજી એ આવેદનપત્ર સ્વીકારી સરકાર સમક્ષ પહોચાડવા માટે ખાત્રી આપી હતી
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ