કલોલમાં પ્રેમાંધ યુવકનો સગીરા ઉપર હુમલો સારવારમાં મોત નિપજતાં હત્યાનો ગુનો નોંધાયો

May 24, 2022

— સગીરા ટયુશનથી ઘરે જતી ત્યારે યુવકે માથાના ભાગે માર માર્યો હતો :

— ત્રણ વર્ષથી સગીરા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો ઝઘડો  થયા બાદ જીવલેણ હુમલો :

— તલોદના ખેરોલ ગામેથી હત્યારા યુવકની ધરપકડ :

ગરવી તાકાત કલોલ :  કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં રહેતી યુવતી ટયુશન ક્લાસથી પોતાના ઘરે જઈ રહી હતી તે વખતે એક યુવકે તેની પર હુમલો કર્યો હતો જેથી ત્યારે  તેને માથાના ભાગે ઇજાઓ થતાએ  ઘાયલ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું ત્યારે પોલીસે હુમલો કરનાર યુવકને ઝડપી લીધો હતો અને તેણે કબૂલ કર્યું હતું કે સગીરા સાથે તેને પ્રેમ સબંધ હતો અને છેલ્લા કેટલાક સમયથી ઝઘડા થતા હોય તેણે સગીરા પર હુમલો કર્યો હતો પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ ધરી છે.

કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં રહેતી એક સગીરા સાંજના સમયે ટયુશનમાં ગઈ હતી અને મોડી સાંજે ટયુશનથી પરત ફરી રહી હતી તે વખતે અજાણ્યા શખ્સે તેની ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ૧૦૮ મારફતે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં આ સગીરાને હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું પોલીસે હુમલો કરનાર શખ્સો સામે ગુનો દાખલ કરીને તેને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે સારવાર દરમિયાન આ સગીરાનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો

અને હુમલો કરીને ફરાર થઈ ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસને ખાનગી રાહે માલુમ પડયું હતું કે હુમલો કરનાર વિકાસ પ્રહલાદજી ઠાકોર રહે કલ્યાણપુરા હાલમાં રહે ગામ બાલીસણા તાલુકો પ્રાતીજ હાલમાં તલોદ તાલુકાના ખેરોલ ગામે હાજર છે તેવી બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેને કચેરીએ લાવીને પૂછતાછ હાથ ધરવામાં આવતા તેણે પોલીસને જણાવ્યું હતું

કે યુવતી સાથે છેલ્લા ત્રણેક વર્ષથી તેને પ્રેમ સંબંધ હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ યુવતીને મનમેળ ન આવતાં ઝઘડા થતા હતા જેથી યુવતીને જાનથી મારી નાખવાનું નક્કી કરીને તેણે તેની પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ સગીરાનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે વિકાસ પ્રહલાદજી ઠાકોર સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0