— ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી :
— દિવાલ કૂદીને તસ્કરો ફ્લેટ માં પડ્યા :
ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસથી બાઈક ચોરી ઘરફોડ ચોરી જેવી અનેક ચોરીઓ નો વધારો જોવા મળી રહ્યો છે
ત્યારે કરીના કરણનગર રોડ ઉપર એક પ્લેટમાં ફ્લેટના નીચે પાર્ક કરેલી બે સાઈકલો તસ્કરો ચોરી કરીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલ શ્રીનાથ રેસીડેન્સી માં ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો જ્યાં ફ્લેટની નીચે પાર્ક કરેલી બે સાઈકલો તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા કડીના કરણનગર રોડ ઉપર આવેલ શ્રીનાથ રેસીડેન્સી માં તસ્કરો ફલેટની દીવાલ કૂદીને ફ્લેટ માં પડ્યા હતા

જ્યારે સીસીટીવીમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થવા પામી હતી જ્યાં ચોરી કરવા બે લોકો આવ્યા હતા અને બંને તસ્કરોએ મોં ઉપર બુકાની પહેરી હતી તેમ જ તસ્કરો દીવાલ કૂદીને ફ્લેટના પાર્કિંગમાં આવ્યા હતા તેમ જ બે સાયકલ ચોરી કરીને બંને સાયકલ ફ્લેટ ની દીવાલ કુદાવીને લઈ ગયા હતા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી જ્યાં સાયકલના માલિકે કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી