— 1 મહિના પૂર્વે જમીનના વેચાણ દસ્તાવેજ બાબતે મારામારી થઇ હતી :
ગરવી તાકાત મહેસાણા : કડીના બુડાસણમાં 1 મહિના પૂર્વે જમીનના વેચાણ દસ્તાવેજ બાબતે મારામારીમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બીજા એક આધેડનું સારવાર દરમ્યાન મોત થયું અને બુડાસણ જમીન વેચાણ દસ્તાવેજ મામલે કોર્ટ માં દાવો દાખલ થયો હતો.
— એક મહિના પૂર્વે એક ઇસમનું મોત નીપજ્યું હતું :
કડી તાલુકાના બુડાસણ ગામે જમીન અમદાવાદ ખાતે રહેતા સુખદેવભાઈને વેચી હતી જે જમીનનો દસ્તાવેજ વારસદારો
કરી ન આપતાં કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે જમીનના વારસદારોએ સુખદેવભાઈ ની જાણ બહાર તે જમીન અન્ય શખ્સોને વેચી નાખી હતી ત્યારે વેચાણનો દસ્તાવેજ માંગતા તમામ ઉશ્કેરાઈ જઈને ધોકા અને પાઈપો વડે હુમલો કરાયો હતો જેમાં એક આધેડનું મોત થયું હતું

કડી તાલુકાના બુડાસણ ગામે જમીન વિવાદમાં આધેડની હત્યા કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી મૃતકના ભાઈ પ્રવિણભાઈ શુકલા દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમની બુડાસણ ગામની સીમના સર્વે નં 21 અને 292 આશરે 13 વિઘા જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે આ જમીનના વારસદારોએ વેચાણનો દસ્તાવેજ કરી આપતા કડી કોર્ટમાં દાવો દાખલ પણ કરવામાં આવ્યો હતો ત્યારે દાવો કોર્ટમાં ચાલુ હોવા છતાં જમીનના વારસદારોએ કલોલના રાજેશ પટેલને તેમની જાણબહાર સર્વે નંબર 291 વાળી જમીન 292 વેચી દીધી હતી
કડીના બુડાસણમાં એક મહિના પૂર્વે જમીન દસ્તાવેજ મામલે મારામારી થઇ હતી જેમાં ત્રણ ઇસમો ઘાયલ થયાં હતાં જેમાં એક ઇસમનું મોત નીપજ્યું હતું જ્યારે કડી પોલીસે 6 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી બુડાસણમાં જમીન વિવાદમાં ખેતરમાં પહોચી જમીનના હક્ક માટે ઝઘડો થયો હતો જેમાં સુખદેવભાઈ શુક્લા નું મોત નિપજ્યુ હતુ અને ગૌ
તમભાઈ અને ખેતમજૂરને આડેધડ માર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ગૌતમભાઈને અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા હતા.

— એક ઈસમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું :
એક મહિના પૂર્વે કડી તાલુકાના બુડાસણ ગામે જમીન વેચાણ દસ્તાવેજ મામલે મારામારી થઈ હતી જેમાં એક ઇસમનું મોત નીપજ્યું હતું જ્યારે બે ઇસમોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગૌતમભાઈ ને કે.ડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયતમાં સુધારો આવતા તેઓને રજા આપવામાં આવી હતી બાદમાં તબિયત બગડતા તેઓને કે.ડી હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યાં હતાં ત્યાં સારવાર દરમ્યાન ગૌતમભાઈ બદ્રીનારાયણ ભાઈ શુક્લાનું મોત થતા ચકચાર મચી જવા પામ્યો હતો જ્યાં ઘટનાની જાણ કડી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી