કડી તાલુકાના જેતપુરા ગામે વિદેશી શરાબનું કટીંગ ચાલી રહ્યું હતું અને બાવલુ પોલીસ ત્રાટકી 

શેર કરવા અહીં ક્લિક કરો.

બંને ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 642 બોટલ કિંમત રૂપિયા 1,03,200 જપ્ત કરવામાં આવી હતી.

બાવલું પોલીસ ત્રાટકી; લક્ઝુરીયસ બે ગાડી સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગરવી તાકાત, કડી તા. 08 – કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, કડી તાલુકાના જેતપુરા ગામે વાડામાં વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું છે. જે આધારે પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી. વિદેશી દારૂનું કટીંગ કરી રહેલા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમજ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરાવી હતી.

કડી તાલુકાના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હસમુખ ચૌધરીની સૂચનાથી પોલીસ સ્ટાફ મોડી રાત્રે અલગ અલગ વિસ્તારમાં સરકારી અને પ્રાઇવેટ વાહનમાં પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન જેતપુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે માહિતી મળી હતી કે, જેતપુરા ગામે રહેતો ઠાકોર ફતેસિંહના ઘરની આગળ આવેલા વાડામાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે. જે આધારે સ્ટાફના માણસોએ રેડ કરી હતી. જ્યાં બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે રેડ કરીને બે લક્ઝુરીયસ કાર જપ્ત કરી હતી. તેમજ લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.

કડી તાલુકાના જેતપુરા ગામે વિદેશી દારૂ કટીંગ ચાલી રહ્યું હતું અને કડી તાલુકાના પોલીસ ત્રાટકતી હતી. જ્યાં બ્રેઝા ગાડી નંબર GJ-1-RX-5255માં બેઠેલા ગઢવી ધનરાજ રહે. દેકાવાડા, તાલુકો દેત્રોજ, ઠાકોર વિષ્ણુજી રહે. દેકાવાડા, તાલુકો દેત્રોજની અટક કરી હતી. તેમજ બાજુમાં પડેલી થાર ગાડી નંબર GJ-18-AB-7994 બેઠેલા રમેશજી ઠાકોર રહે. ગરોડિયા, તાલુકો સાણંદની અટક કરી હતી. જ્યાં બંને ગાડીની તલાસી કરતાં વિદેશી દારૂની 642 કિંમત રૂપિયા 1,03,200 જપ્ત કરવામાં આવી હતી.

કડીના બાવલુ પોલીસે જેતપુરા વાડામાંથી વિદેશી દારૂનું કટીંગ ઝડપી પાડ્યું હતું. તેમજ વિદેશી દારૂનું કટીંગ કરી રહેલા ત્રણેય ઈસમોને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં પકડવાનો હતો. જે બાબતે પૂછતા ત્રણેય લોકોએ દેત્રોજ તાલુકાના રતનપુરા ગામે રહેતા મુકેશ સિંહ સોલંકીને વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને કલોલ તાલુકાના ઉનાલી ગામે રહેતો રાહુલજી ઠાકોરોને આપવાનો હતો. જે સંદર્ભે રાહુલ થાર ગાડી લઈને જેતપુરા ખાતે આવ્યો હતો. જેથી પોલીસને જોઈ ઠાકોર રાહુલ અને ફતેસિંહ ઠાકોર રહે જેતપુરા ભાગી ગયા હતા.

ઠાકોર અશોક અને ઠાકોર મેહુલને જેતપુરા ગામે રહેતા ફતેસિંહ ઠાકોર સંબંધી થતા હોવાથી તેઓ તેમના ઘરે રોકાયેલા હતા અને થાર ગાડી લઈને દારૂ લેવા માટે આવ્યા હતા. જે આધારે પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો હતો અને નાસી ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તેમજ પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 11,48,200નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.