ગરવી તાકાત સુઇગામ : સુઇગામ તાલુકાના જેલાણા ગામના ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે બબજી પ્રતાપસિંહ ચૌહાણના ખેતરમાં ભાગીયા તરીકે કરતી એક મહિલાને ગામના ઈસમે છેડતી કરી ઘરના સભ્યોને મારી નાખવાની ધમકી આપતા બે ઈસમો વિરૂદ્ધ સુઈગામ પો.સ્ટેશને છેડતી સહિતની ફરિયાદ નોંધાઇ છે,
લોકોને કાયદાનો જાણે ડર જ ન લાગતો હોય તેમ રાજ્યમાં મહિલાઓ ઉપર છેડતી અને બળાત્કારના બનાવો માં વધારો થતો જાય છે,સુઈગામ તાલુકાના જેલાણા ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે બબજી પ્રતાપસિંહ ચૌહાણ ના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો એક પરિવાર ખેતરમાં હતા દરમ્યાન ગત બુધવારે ગામના શૈલેષભાઇ દલરામભાઈ પટેલ અને દલરામભાઈ વજાભાઈ પટેલ બન્ને જણ ગાડી લઈ આવેલ અને ગાડીમાંથી ટોમી તેમજ લાકડી લઈ નીચે ઉતરી બે માસ અગાઉ ખેતર માલીક રાજેન્દ્રસિંહ સાથે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી ખેતરના ભાગીયા ને માં બેન સામું ભૂંડી ગાળો બોલી મારવા દોડતા ભાગીયા ના ભાઈ ઓરડીમાં પુરાઈ ગયેલ જ્યારે ભાગીયા પત્ની પોતાના દિયરને બચાવવા
જતાં શૈલેષભાઇ પટેલે મહિલાને ધક્કો મારી નીચે પાડી દીધેલ અને છાતીએ હાથ નાખી બ્લાઉઝ ફાડી નાખી છેડતી કરેલ,જે સમયે બુમો પાડતાં મહિલાના પતિ દિયર દોડી આવતા બન્ને જણ ગાડી લઈ ભાગી ગયેલ,અને જતાં જતાં હવે પછી લાગ આવ્યે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતાં ગયેલ,જે બનાવ સંદર્ભે ખેતર માલિક રાજેન્દ્રસિંહ સહિતને જાણ કરતાં તેઓએ સાથે રહી સુઇગામ પો.સ્ટેશને આવી ફરિયાદ આપતાં પોલીસે મહિલાની ફરિયાદ આધારે પટેલ શૈલેષભાઇ દલરામભાઈ અને દલરામભાઈ વજાભાઈ પટેલ બન્ને ઈસમો વિરુદ્ધ છેડતી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ


