હિંમતનગરમાં પ્રેમિકાએ પ્રેમીની પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી

October 19, 2024
પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, પત્ની અને પ્રેમીકા બંન્નેના મોત નિપજ્યાં   
હિમતનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ કવાર્ટ્સમાં બનેલ ધટનાની તપાસ પ્રેમ સંબંધ સૂધી પહોચી…!
છાયાબેને આવેશમાં આવી ડિમ્પલબેન નું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પોતે આત્મ હત્યા કરી હોવાનુ તપાસમાં ખૂલ્યું…!
ગરવી તાકાત, હિંમતનગર તા. 19 -ચિરાગ મેઘા – મનુષ્ય જીવનમાં હળાહળ કળયુગમાં પ્રેમ સંબંધમાં લોકોએ અનેક જીવ ગુમાવ્યા છે. તેવોજ એક બનાવ સાબરકાંઠાના હિમતનગર સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ ક્વાટર્સમાં રહેતી બે મહિલાઓ વચ્ચે મોતનો કારસો રચાયો છે. ડિમ્પલબેનના પતિનું છાયા કલાસવા સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવી રહ્યું છે. ડિમ્પલના પતિનું છાયા કલાસવા સાથે પ્રેમ સંબંધ હોવાને લઈ છેલ્લા કેટલાક સમયથી ડિમ્પલબેન ના ઘરે પતિ પત્ની વચ્ચે ધર કંકાસ પણ ચાલી રહ્યો હતો. જેને કારણે ડિમ્પલબેન પટેલના પતિ ભાવેશ પટેલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવાની બદલે પોતાના માદરે વતન રૂવચ ખાતે રહેતા હોવાની ગામમાં પણ ચર્ચા ઓએ જોર પકડ્યું છે. જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં 401 તેમજ 402 મકાનમાં રહેતી મહિલાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પ્રેમ સંબંધની શંકા મોત સૂધી પહોચી હતી.
ત્યારે સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી છાયા કલાસવા તેમજ ડીમ્પલ પટેલનાં મોત અંગે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે બંને મૃતક મહિલાઓના પીએમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા હતા. મહિલાઓના પીએમમાં ચોકાવનાર માહિતી બહાર આવી છે જેમાં છાયા કલાસવા એ ડિમ્પલ પટેલનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું પ્રકાશમાં આવ્યું છે તો બીજી તરફ ડિમ્પલને મોતને ઘાટ ઉતારી છાયા કલાસવાએ બિલ્ડીંગ પરથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતી બહાર આવી છે.
ત્યારે સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે મૃતક ડીમ્પલ પટેલનાં પિતાએ જમાઈ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથધરી છે. ત્યારે મામલે ભાવેશ પટેલનાં છાયાબેન સાથે આડા સંબધ હોવાનું બહાર આવતા ભાવેશ પટેલનાં સાસરિયાં પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે હિંમતનગર એ ડિવિજન પોલીસ મથકે સસરાએ જમાઈ વિરૂદ્ધ નોંધાવેલ ફરીયાદ આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0