ગુજરાતમાં પોલીસમાં ફરી એકવાર બદલીનો ગંજીપો ચિપાયો, 22 પી.આઇની બદલી 

July 15, 2023

ગુજરાતના 22 પોલીસ ઈન્પેક્ટરની બદલીના આદેશ, જાણો કોને ક્યા મળ્યું પોસ્ટિંગ

ગરવી તાકાત, મહેસાણા તા. 15- ગુજરાત પોલીસમાં ફરી એકવાર બદલીનો ગંજીપો ચિપાયો છે. 22 પોલીસ ઈન્સ્પેકટરો (બિન હથિયાર ધારી)ની બદલીના આદેશ અપાયા છે. ડીજીપી કચેરીએ ગુજરાતના 22 પોલીસ ઈન્પેક્ટરની બદલીના આદેશ કર્યા છે. ફરી એકવાર બિન હથિયારધારી પીઆઇની બદલીનો દોર આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડીજીપી વિકાસ સહાય દ્વારા  22 પીઆઇની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી છે. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવે છે તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા છે.

No description available.

આ સિવાય કે.એન. ભુકાણ જેઓ હાલમાં રાજકોટમાં ફરજ બજાવે છે તેમને અમદાવાદમાં મુકવામાં આવ્યા છે. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી છે. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવે છે તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી છે.

No description available.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0