— શહેરના સેક્ટર-૭માં ભાડાના મકાનમાં રહેતી અમરેલીની વતની :
— સાત મહિનાથી નોકરી પર જોડાઇ હતી આપઘાતનું કારણ જાણવા પોલીસની તપાસ :
ગરવી તાકાત ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૭માં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી સ્ટાફ નર્સ તરીકે જોડાયેલી યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે આ મામલે સેક્ટર-૭ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને યુવતીના આપઘાતનું સચોટ કારણ જાણવા માટે તપાસ આરંભી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, મુળ અમરેલીની વતની એવી ૨૪ વર્ષિય ક્રિશા રમેશભાઇ દાકડા ગત ઓક્ટોબર મહિનામાં ગાંધીનગર મેડિકલ કોલેજમાં સ્ટાફ નર્સ તરીકે જોડાઇ હતી પરિવાર વતનમાં રહેતો હોવાથી ક્રિશા સેક્ટર-૭ડી પ્લોટ નં.૬૨૮-૨માં ભાડેથી રહેતી હતી.આજે બપોરના સમયે કોઇ અગમ્ય કારણોસર ક્રિશાએ તેના રૃમમાં દુપટ્ટા સાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો
જે ઘટના અંગે સેક્ટર-૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના આપઘાતનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૃ કરી છે. વતનમાં રહેતા તેના પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે
અને ક્રિશા સાથે નોકરી કરતા કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરત બજાવતા ડોક્ટરથી લઇને સ્ટાફ નર્સ અને પ્યુનના આપઘાતનો સિલસિલો ચિંતાજનકરીતે વધી રહ્યો છે તે બાબતે પણ તપાસ થવી જરૃરી છે.


