ખેરાલુ તાલુકાના ચાડા ગામે પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીના હાથ પગ ફ્રેકચર

March 14, 2023

પરિણીત પ્રેમિકાએ પતિને મળવા બોલાવતાં પતિ તથા પુત્ર જોઇ જતાં પ્રેમી પર ધોકા વડે જીવલેણ હુમલો કર્યો 

હુમલાનો ભોગ બનેલા પ્રેમીએ ખેરાલુ તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી 

ગરવી તાકાત, મહેસાણા તા. 14- પ્રેમ સંબંધમાં કેટલીક વખત પ્રેમિકાને એકાંતમાં મળવા જવાનું ભારે પડતું હોવાના અનેક કિસ્સાઓ પોલીસ મથકે નોંધાઇ ચૂક્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો ખેરાલુ તાલુકાન ચાડા ગામે બહાર આવ્યોં છે. જેમાં ખેરાલુ તાલુકાના ચાડા ગામે પરિણીત પ્રેમિકાએ પ્રેમીને ઘરે મળવાં બોલાવતાં પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમીને પરિણીતાનો પતિ પુત્ર જોઇ જતાં ચાર શખ્સોએ ભેગા મળી ધોકા વડે મારમારી પ્રેમીના હાથ પગ ફ્રેંકચર કરી હોસ્પિટલ ભેંગો કરી દીધો હતો.

ખેરાલુ તાલુકાના ચાડા ગામમાં રહેતી પરણિતી પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પડ્યું છે. જળ જમીન અને જોરું કજિયાના છોરુંની કહેવતને સાર્થક કરતો કિસ્સો ચાડાના નાના એવા ગામમાં બનવા પામ્યો છે. જેમાં ખેરાલુ તાલુકાના ચાડા ગામે રહેતા અને ઇલેકટ્રિકનો ધંધો કરતો કિરણ નટવરભાઇ બારોટ નામનો શખ્સ કેટલાક વર્ષોથી ગામમાં જ રહેતી પરિણિત મહિલા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જેથી પરિણીત પ્રેમિકા ઘરે એકલી હતી તે દરમિયાન કિરણ બારોટને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યોં હતો.

આ દરમિયાન પરિણીતાનો પતિ આવી જતાં કિરણ બારોટને કહ્યું અહીં કેમ આવ્યોં છે તેમ કહી બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરિણમતાં પરિણીતાનો પતિ તેનો પુત્ર અને અન્ય બે શખ્સો મળી કુલ ચાર શખ્સો હાથમાં ધોકા લઇને દોડી આવ્યાં હતા અને પ્રેમી પર તૂટી પડતાં પ્રેમીના હાથ પગ ફ્રેકચર કરી દેતાં ગામમાં હોબાળો મચી જવા પામ્યોં હતો. જો કે અન્ય ગ્રામજનોએ ઇજાગ્રસ્ત પ્રેમીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યોં હતો. જે બાબતે પ્રેમજાળમાં હુમલાનો ભોગ બનેલા બારોટ કિરણ નટવરભાઇએ ખેરાલુ તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0