બુડાસણ ગામે જમીનના હક હિટ માટે ઝગડો થતાં ખેતરના માલિક ની ધારદાર હથીયાર વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી

July 18, 2022

— ગામની સીમમાં આવેલ સર્વે નંબર 292 વાળી જમીન ની વેચાણ તથા હક માટે ઝઘડો તથા ઈસમોએ ઉશ્કેરાઇ જઇ યુવાનને ધોર માર મારતાં મૃત્યુ પામ્યો :

ગરવી તાકાત મહેસાણા : કડી માં થોડા ગણા સમય થી ક્રાઇમ રેશ્યો વધી રહ્યો છે ત્યારે કડી શહેરમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ વાહન મેકવવાની બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાતા જેમાં ફાયરીંગ થવાની ઘટના સામે આવી હતી ત્યારે બીજી બાજુ કડી તાલુકા માં આવેલ બુડાસણ ગામે જમીનની હક માટે ઝગડામાં ઇસમો એ ભેગા મળી ને ખેતરના માલિકને ને માર મારતા મૃત્યુ પામ્યો હતો.આ બને ધટના સામે આવતા શહેર ની અંદર ભય નો માહોલ સર્જાયો છે.
પ્રવીણભાઈ બદ્રીનારાયણ શુકલ રહે હાલ રાધાસ્વામી રો – હાઉસ, ચાણકયપુરા, ધાટલોડિયા, અમદાવાદ અને તેમની જમીન કડી તાલુકાનાં બુડાસણ ગામની સીમમાં સર્વે નંબર 291 તથા સર્વ નંબર 292 જે આશરે 13 વીઘા જમીન આપેલ છે અને સર્વે નંબર 292 જમીન શુકલ કનૈયાલાલ શાંતિલાલ કે જેઓ મારા ભાઇ છે એને તેમની પાસે થી બાનાખત કરી વેચાણ રાખેલ છે અને જમીનના વારસદારોએ વેચાણ દસ્તાવેજ કરી ના આપતા જેથી એમ કોર્ટ માં અરજી કરેલ છે અને હાલ તે દાવો ચાલુ છે અને કનૈયાલાલ ના વારસદારોએ જાણ બહાર વેચાણ આપી દીધેલ છે અને છેલ્લા બે વર્ષથીઆ જમીનમાં  રઅઇજીભાઇ ભરવાડ ત્યાં ખેત મજૂરી કરે છે.
અને ત્યાં અરવિંદભાઇ નો ફોન આવેલ કે આપણા ભાઈઓ ગૌતમ શુકલ તથા સુખદેવભાઇ શુકલ ખેત મજુર રઇજીભાઈ ભરવાડ ઉપર રાજેશભાઈ અમતરલાલ પટેલ ઉર્ફે  રાજ બાટા કહેવાથી તેમના માણસો રત્નાભાઈ રધનાથભાઈ રબારી તથા તેમનો ભાઈ રાજુભાઇ રબારી , લાભુભાઇ રબારી, જે ઇસમો ખેતરમાં આવી જમીનના હક હિત માટે ઝગડો કરતા હતા તે દરમ્યાન અમે બુડાસણ આવવા માટે નિકળેલ અને અને રસ્તામાં લોકોએ ઉભો રાખતા કહેલ કે ત્યાં જશો નહી ત્યાં પરિસ્થિતી ગંભીર છે ત્યારે અમે ઝાડ નીચે દૂર જોઈ રહ્યા હતા ત્યારે આવેલ ઈસમો પાસે લોખંડની પાઇપ તથા દારિયું,ધોકા વડે ઉભા હતા ત્યારે એકદમ ઉશ્કેરાઇ જઈ તેમના ભાઈ  શુકલ  સુખદેવભાઈ તથા શુક્લ ગૌતમભાઈ તથા ખેત મજુર  ને આડેધડ માર મારતાં હતાં ત્યારે તે લોકો બચાવ બચાવ ની બૂમો પાડતા હતા અને હથીયાર વડે માર મારતા તેમને ઈજાઓ પહોંચી હતી.
અને ગભરાઈ ને બહાર જતા રહ્યા હતા તે દરમ્યાન તેમને ગંભીર ઈજાઓ ને કારણે 108 એમ્બ્યુલન્સ ના મારફતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવા માં આવ્યા હતા.અને બંને ભાઈઓ તથા ખેત મજૂર ની સારવાર ચાલુ હતી તે દરમ્યાન ગૌતમભાઈ બે પગ ફેક્ચર અને  ને વધારે ઈજાઓ પહોંચતા તેમને ભાગ્યોદય હોસ્પીટલ થી કે. ડી હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.અને તેમના બીજા ભાઈ ને શુકલ સુખદેવભાઈ ને પણ વધારે ઈજાઓ પહોંચતા તેમને પણ કે.ડી. હોસ્પીટલ અમદાવાદ ખાતે લઇ ગયા હતા અને વઘારે ઈજાઓ ને કારણે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. કડી પોલીસ સ્ટેશન ને જાણ કરતા ત્યાં તપાસ કરી ને તેમને પી.એમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.અને ગૌતમભાઈને પણ ઈજાઓ પહોચતા તેમને બેભાન હોવાને કારણે અને તેમના બીજા ભાઈ નું મૃત્યુ પામતા આજ રોજ કડી પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી.
બુડાસણ ગામે ગામની સીમમાં જમીનની વેચાણ તથા હક હિત માટે ના ઝગડો ના ઈસમો રત્નાભાઈ રબારિ, રાજુભાઇ રબારી, લાભૂભાઈ રબારી,તથા બે અજાણ્યા ઈસમો સામે ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ધાતક હથિયાર વડે મારા ભાઈ સુખદેવભાઈ તથા ગૌતમભાઈ તથા ખેત મજૂર રઇજી ભાઇ ને જાન થી મારી નાખવાના ઇરાદે તેમના હાથમાં રહેલ હથિયાર વડે માર મારેલ અને ગંભીર ઈજાઓ પહોચાડેલ નાના ભાઈ સુખદેવભાઈ શુક્લ નું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું અને આ તમામ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ધાતક હથિયાર વડે જે માર મારેલ ઈસમો સામે કડી પોલિસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને કડી પોલિસ સ્ટેશન કર્મચારીઓ દ્ઘારા આ ઇસમો ને ઝડપી પાડવાં માટે ચક્રોગતિમાન કર્યાં છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0